દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

સલામ છે આ સરકારી શાળાના શિક્ષકને, જેને પોતાના પૈસાએ બાળકોને કરાવી પ્લેનની મુસાફરી, ક્યારેય ટ્રેનમાં પણ નહોતા બેઠા

પ્લેનમાં બેસવાનું દરેકનું સપનું હોય છે, બાળપણમાં જયારે આકાશમાં ઉડતા વિમાનને જોતા હતા ત્યારે તેને જોઈને એમ થતું કે આપણે પણ ક્યારેક વિમાનમાં બેસીને ઉડીશું પરંતુ આ સપનું પૂર્ણ કરવા માટે ઘણી જ મહેનત કરવી પડે છે. પરંતુ આપણા સપના કોઈ બીજું પૂર્ણ કરે તો?

Image Source

પરંતુ મધ્યપ્રદેશની સરકારી શાળાના એક શિક્ષકે તેમની શાળામાં ભણતા 19 બાળકોનું આ સપનું પૂર્ણ કર્યું છે, અને તે પણ કોઈ ગ્રાન્ટ કે બીજા કોઈની આર્થિક મદદ લીધા વિના જ, આ શિક્ષકે પોતાની બચતના પૈસા ખર્ચી અને બાળકોને પ્રવાસમાં લઇ ગયા અને તે પણ ટ્રેન કે બસની બદલે વિમાનમાં.

Image Source

મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલા દિવસ જિલ્લાની એક શાળામાં શિક્ષકે બાળકોના પ્રવાસ માટેનું આયોજન કર્યું. શાળાના મુખ્ય આચાર્ય કિશોર કનાસેએ બાળકોને પ્રવાસમાં લઇ જવાનું નક્કી કર્યું અને બાળકો માટે એક ખાસ વ્યવસ્થા પણ કરી, તેમને બધા જ બાળકોને વિમાન મારફતે પ્રવાસમાં લઇ જવાનું આયોજન કર્યું તેમના આ કામ બાદ બાળકો માટે શિક્ષક એક હીરો બની ગયા સાથે તેમના આ કાર્યથી ઘણા લોકોએ આ શિક્ષકના વખાણ પણ કર્યા.

Image Source

બાળકોના પ્રવાસ માટે જગ્યા નક્કી કરવામાં આવી હતી દિલ્હી. જેમાં ધોરણ 6,7 અને 8 ના કુલ 19 બાળકોને દિલ્હી લઇ જવાનું નક્કી થયું જેનો ખર્ચ શિક્ષકે પોતાની બચતમાંથી જ કાઢ્યો. આ પ્રવાસ માટે શિક્ષકે આશરે 60 હાજર જેટલો ખર્ચ કર્યો હતો. બાળકો જયારે ઇન્દોર એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે તેમની ખુશીનું ઠેકાણું નહોતું. ત્યાંથી તેઓ દિલ્હીની ફ્લાઈટમાં બેસી અને દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં બે દિવસ પ્રવાસની મઝા માણી હતી.

Image Source

આ પ્રવાસમાં જોડાયેલા કેટલાક બાળકો તો એવા પણ છે જેઓ ક્યારેય પ્લેનમાં તો દૂર ટ્રેનમાં પણ નથી બેઠા, આ તમામ બાળકો સરકારી શાળાના હોય તેમની આર્થિક સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે. આ બાળકોએ આજ સુધી કાગળના બનેલા વિમાન અને હવામાં ઊંચે દૂર દૂર ઉડતા વિમાનો જ જોયા છે. એક બાળકને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું હતું કે: “જયારે અમે જમીન ઉપર રમતી વખતે વિમાનને જોઈએ છીએ ત્યારે તે ખુબ જ નાનું દેખાય છે, પરંતુ જયારે તેને નજીકથી જોયું તારે તે ખુબ જ મોટું હતું.”

Image Source

આચાર્ય કિશોરનું કહેવું હતું કે આમાંથી ઘણા બાળકો ટ્રેનમાં પણ નથી બેઠા જયારે વિમાનમાં બેસવાનું તો તેમને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય, માટે તેમને બાળકોને વિમાનમાં દિલ્હી લઇ જવાનું નક્કી કર્યું જેના માટે તે સસ્તી ટિકિટની રાહ જોઈ રહ્યા અને જયારે ટિકિટના ભાવ ઓછા થતાની સાથે જ તેમને ટિકિટ બુક કરાવી દીધી.

Image Source

બાળકોને વિમાનમાં બેસાડવાનો વિચાર તેમને ત્યારે આવ્યો જ્યારે તેઓ એક પ્રવાસમાંથી બાળકો સાથે આગ્રાથી ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે બાળકોએ મઝાકમાં કહ્યું હતું કે બીજીવાર પ્લેનમાં લઇ જજો, બસ આ વાતથી પ્રેરાઈને આચાર્યએ બાળકોને પ્લેનમાં પ્રવાસ લઇ જવાનો નિર્ણય કર્યો હતો.

Image Source

આ તમામ બાળકો બે દિવસ દિલ્હીમાં ફર્યા અને વળતી વખતે બધા જ બાળકો સાથે ટ્રેનમાં પોતાના ગામમાં પરત ફર્યા હતા, તેમનો આ પ્રવાસ તેમના જીવનનો એક યાદગાર પ્રવાસ બની ગયો છે, સાથે સાથે શિક્ષકનું આ કાર્ય પણ લોકો બિરદાવી રહ્યા છે, એક સરકારી શાળાના શિક્ષક હોવા છતાં પણ તેમને બાળકો માટે કરેલું આ કામ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે અને સોશિયલ મીડિયામાં તેને શુભકામનાઓ પણ મળી રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.