જ્યોતિષ શાસ્ત્ર

ચા ખોલશે તમારું કિસ્મત, જાણો કયા વારે કેવા પ્રકારની ચા પીવી જોઈએ, ચમકી જશે ભાગ્ય

ચાના શોખીન લોકો તમને દરેક જગ્યાએ મળી જશે, સવારે ઉઠવાની સાથેથી લઈને ઓફિસમાં પણ 4-5 વખત ચા ના મળે તો ઘણા લોકોનો દિવસ પણ સારો ના જાય, ચા શરીરમાં સુસ્તી લઇ આવે છે. માથું ચઢ્યું હોય તો પણ ચા પીવાથી ઉતરી જાય છે, પરંતુ શું તમે જાણો છો કે ચા પીવાથી તમારું સુતેલું ભાગ્ય પણ જાગી ઉઠે છે? હા, સાચી વાત છે. જ્યોતિષમાં જણાવ્યા પ્રમાણે અઠવાડિયાના દરેક દિવસે જો તમે ખાસ પ્રકારની ચા પીવો છો તો તમારું સુતેલું ભાગ્ય પણ જાગી ઉઠશે, ચાલો જોઈએ કયા વારે કયા પ્રકારની ચા પીવી જોઈએ.

Image Source

1. સોમવારના દિવસે:
સોમવારના દિવસથી કામની શરૂઆત થાય છે. આ દિવસે ચાની અંદર થોડી સાકાર નાખીને ચા પીવી જોઈએ. તેનાથી તમારો ચંદ્ર મજબૂત બને છે.

Image Source

2. મંગળવારના દિવસે:
મંગળનો અશુભ પ્રભાવ દૂર કરવા માટે મંગળવારના દિવસે ચાની અંદર થોડો ગોળ અને એક-બે લવિંગ નાખીને ચા પીવી જોઈએ.

Image Source

3. બુધવારના દિવસે:
બુધવારના દિવસે તુલસી નાખીને ચા પીવી જોઈએ. બુધવારના દિવસે ચાની અંદર તુલસી નાખવાથી બુધના પ્રભાવમાં વૃદ્ધિ થાય છે.

Image Source

4. ગુરુવારના દિવસે:
ગુરુવારના શુભ દિવસે ચાની અંદર થોડું મધ નાખીને ચા પીવી જોઈએ. આ ઉપરાંત તમે ચાની અંદર કેસર પણ નાખી શકો છો. તેને પણ શુભ માનવામાં આવે છે.

Image Source

5. શુક્રવારના દિવસે:
શુક્રવારના દિવસે ચાની અંદર ખાંડ નાખીને ચા પીવી, તમે તેમાં ઈલાયચી પણ નાખી શકો છો. તેનાથી તમારો શુક્ર મજબૂત બનશે. શુક્રવારના દિવસે લીંબુની ચા ના પીવી જોઈએ.

Image Source

6. શનિવારના દિવસે:
શનિવારના દિવસે ચાની અંદર કાળામરી મરી અને લીંબુ નાખીને પીવા ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દૂધ વગરની કાળી ચા પણ તમે પી શકો છો.

Image Source

7. રવિવારના દિવસે:
રવિવારના દિવસે ગોળ વાળી ચા પીવી ખુબ જ શુભ માનવામાં આવે છે. રવિવારના દિવસે ચાની અંદર આદુ ના નાખવું. આમ કરવાથી તમારો સૂર્ય ગ્રહ મજબૂત બને છે.