હજુ તો 3 વર્ષનો છે અને આ વસ્તુ શીખી રહ્યો છે, જુઓ તેની ટીચરે અપલોડ કર્યા નવા ફોટોસ
અભિનેત્રી કરીના કપૂર હવે બીજીવાર માતા બનાવની છે. જેના કારણે સૈફ પોતાના આવનાર બાળકને લઈને સહેજ પણ ગેરકાળજી રાખવા નથી માંગતો અને તેથી જ તે કરીના અને તૈમુર સાથે પટૌડી પેલેસમાં રહેવા માટે ચાલ્યો ગયો છે. આ દરમિયાન જ પટૌડી પેલેસની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તૈમુર પોતાની શિક્ષિકા સાથે નજર આવી રહ્યો છે.

આ તસ્વીરોમાં તૈમુર અલી ખાન પોતાની સ્પેનિશ ટીચર સાથે હસતા જોવા મળી રહ્યો છે. તૈમુર અત્યારે સ્પેનિશ શીખી રહ્યો છે. જ્યાં સુધી તે મુંબઈમાં હતો ત્યાં સુધી તે ઓનલાઇન કલાસ લઇ રહ્યો હતો. પરંતુ હવે પટૌડી પેલેસમાં તેની ટીચર તેની પાસે જાતે જ તેના કલાસ લેવા માટે આવી પહોંચી છે.

તૈમુરની સ્પેનિશ ટીચર એશલીન એસ જોલી ગુરુગ્રામ પાસે આવેલા પટૌડી પેલેસમાં આવી પહોંચી છે તેન સોશિયલ મીડિયા ઉપર તૈમુર સાથેની તસ્વીર શેર કરી છે. ફોટોની સાથે એશલીને લખ્યું છે કે: “આખરે મારા સ્પેનિશ સ્ટુડન્ટ સાથે મારી મુલાકાત થઇ ગઈ.”

એક બીજી તસ્વીરમાં તૈમુર પોતાની ટીચરના વાળમાં એક ખુબ જ સુંદર ફૂલ લગાવતો જોવા મળી રહ્યો છે. કરીના પણ હવે જલ્દી જ દિલ્હીમાં જઈને પોતાની ફિલ્મ “લાલસિંહ ચઢ્ઢા”નું શૂટિંગ શરૂ કરશે.
View this post on Instagram
કરીના કપૂર ફેન પેજ ઉપર પણ કરીના અને તૈમુરની ટીચરની તસ્વીર શેર કરવામાં આવી છે. જેમાં કરીના તૈમુરની ટીચર સાથે પોઝ આપતી જોવા મળે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.