હેલ્થ

ચરબી ઘટાડવા તબાતા વર્કઆઉટ કરો, ફક્ત 4 મિનિટ થશે- સૌથી સરળ ટિપ્સ વાંચો

પરફેક્ટ બોડી મેળવવા માટે માત્ર ચાર મિનિટનો વ્યાયામ પૂરતો છે. માત્ર ચાર મિનિટના વર્કઆઉટથી શરીરમાં ખુબ સારો બદલાવ અનુભવી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ તબાતા વર્કઆઉટ વિશે.

Image Source

શું છે તબાતા વર્કઆઉટ?:
રોજિંદી કસરત કરી કરીને જો તમે કંટાળી ગયા છો તો તબાતા વ્યાયામ ટ્રાઈ કરી શકો છો. હેવી સ્ટ્રેન્થ ટ્રેનિંગ વ્યાયામ કરનારા માટે તબાતા મદદગાર સાબિત થઇ શકે છે જેમાં તમે માત્ર 20 મિનિટમાં જ 270 કેલેરી બર્ન કરી શકો છો. તબાતામાં ચાર મિનિટ સુધી હેવી વ્યાયામને પુરા ઝડપની સાથે 10 સેકન્ડના બ્રેકમાં કરવામાં આવે છે. આ વર્કઆઉટમાં તમે કોઈપણ હાઈ ઇન્ટેન્સિટી વાળી એક્સરસાઇઝ જેમ કે સ્પ્રિન્ટ, સ્કવૈટ, પુશઅપ, જંપિંગ જૈક વગેરેને 20 સેકન્ડ માટે કરો. અને પછી 10 સેકન્ડ સુધી આરામ કરો. હવે 8 વાર આ જ એક્સરસાઈઝને ચાર મિનિટ સુધી રિપીટ કરતા રહો.

Image Source

તબાતા વર્કઆઉટના ફાયદા:

1. આખો દિવસ તમારા શરીરના મેટાબોલિઝમ્સને બૂસ્ટ કરે છે.

2. જિમ માટેના સાધનો અને મેમ્બરશિપ માટે વધારે નિવેશ કરવાની જરૂર નહિ રહે.

3. ખુબ ઓછા સમયમાં ઝડપી પરિણામ આપે છે.

4. થોડા જ સમયમાં પુરા શરીરનો વ્યાયામ થઇ જાય છે.

ફાસ્ટ રનિંગ:
ફાસ્ટ રનિંગ સૌથી સારું તબાતા વર્કઆઉટ છે. આ વર્કઆઉટ કરવા માટે તમારે ખુલ્લી જગ્યાની જરૂર રહે છે. તેના માટે 8 રાઉન્ડ પૂર્ણ કરવા માટે 10 થી 20 સેકન્ડનો સમય સેટ કરી લો. પછી આ સમયમાં તમે ખુબ જ ઝડપે દોડીને પછીના 10 સેકન્ડના અંતરાલમાં આરામ કરો.

Image Source

પુશ-અપ્સ:
આ ખુબ જ મજેદાર છે. જેમાં તમે બે એક્સરસાઈઝને એકસાથે કરી શકો છો. ઇન્ટરવેલમાં તમારે એક પછી એક બીજી એક્સરસાઇઝ કરવાની રહેશે. તમે 20 સેકન્ડ માટે પુશ અપ કરો. થોડો આરામ કરો અને આગળના વિસ સેકન્ડ સુધી માઉન્ટેન ક્લાઈમ્બર કરો. આ વ્યાયામમાં આઠ રાઉન્ડ કરો.

Image Source

સ્કિપિંગ(દોરડા કૂદવા):
દોરડા કૂદવા માત્ર એક રમત જ નથી પણ સારી એવી એક્સરસાઇઝ પણ છે. તેનાથી તમારા હૃદયની સારી એક્સરસાઇઝ થઇ જાય છે. આ સિવાય આ વ્યાયામને કરવા માટે તમારે ભારે ભરખમ મશીનોની પણ જરૂર નથી પડતી. તબાતામાં તમારે દસથી વિસ સેકન્ડના આઠ રાઉન્ડ કરવા જોઈએ. તમે જેટલી વધારે સ્પીડમાં દોરી કુદશો તેટલું જ તમારા માટે સારું રહેશે. 20 સેકન્ડ સુધી દોરી કુદ્યા પછી દસ સેકન્ડનો આરામ કરવો ઠીક રહેશે.

Image Source

તબાતાના સમયે ધ્યાન રાખો:
જો તમે વર્કઆઉટ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગના શરૂઆતના સમયમાં છો, તો તબાતા તમારા માટે યોગ્ય નથી. આ વ્યાયામ તે મહિલાઓ માટે છે જે રોજ જિમ જઈને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે છે. જો તમે એકથી વધારે વાર તબાતા કરી રહ્યા છો તો ઓછામાંઓછી એક મિનિટ માટે બ્રેક લો. તેનાથી તમારા મસલ્સને આરામ મળશે અને તે વધારે મહેનત કરવા માટે તૈયાર થઇ જશે. આ સિવાય વચ્ચે વચ્ચે બ્રેક લેવાથી તમને ઇજા થવાનો ખતરો પણ ઓછો થઇ જાય છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.