ટીવી જગતની સૌથી સફળ અને પ્રખયાત ધારાવાહિક આજે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે” આ ધારાવાહિક દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. લોકડાઉનમાં તેના જુના એપિસોડને પણ દર્શકોએ ખુબ જ નિહાળ્યા, હવે તેની શૂટિંગ ફરી શરૂ થઇ રહ્યું છે ત્યારે દર્શકો નવા ભાગ જોવા માટે ઉત્સાહિત છે. ચાલો આજે આપણે તારક મહેતા ધારાવાહિકના સ્ટાર્સના અંગત જીવન અને તેમના પરિવાર વિશે માહિતી મેળવીએ !!

1. અમિતભટ્ટ:
અભિનેતા અમિત ભટ્ટ તારક મહેતામાં જેઠાલાલના પિતા ચંપકલાલનું પાત્ર ભજવી રહ્યા છે. આ પાત્ર દર્શકોને ખુબ જ પસૅકન્ડ આવી રહ્યું છે, જો તેમના અંગત જીવનમાં જોઈએ તો તેમની પત્ની પણ ખુબ જ સુંદર છે અને તેમને બે જોડિયા બાળકો પણ છે.

2. મંદાર ચંદવાદકર:
ગોકુલ ધામ સોસાયટીના સેક્રેટરી આતમરામ ભીડે પણ દર્શકોને ખુબ પસંદ આવે છે. આ શોની અંદર તેમને એક દીકરીના બાપ તરીકે બતાવવામાં આવ્યા છે. પરંતુ હકીકતમાં તે એક દીકરાના પિતા છે. તેમની પત્નીનું નામ સ્નેહલ છે. અને તે પણ ખુબ જ સુંદર છે.

3. શૈલેષ લોઢા:
તારક મહેતા શોની અંદર તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા ધારાવાહિકમાં પણ લેખક છે અને હકીકતમાં પણ એક અભિનેતા સાથે લેખક છે. તે પરણિત છે અને તમન પત્નીનું નામ સ્વાતિ છે તેમને એક દીકરી પણ છે.

4. શ્યામ પાઠક:
તારક મહેતામાં વાંઢાનો અભિનય કરનાર પોપટાળ પત્રકારનું પાત્ર દર્શકોને ખુબ જ પસંદ આવે છે. ભલે ધારાવાહિકમાં તે અપરણિત હોય પરંતુ હકીકતમાં તેમના લગ્ન થઇ ગયા છે. અને તેમના ત્રણ બાળકો પણ છે.

5. સોનાલિકા જોશી:
ઓકુલ ધામ સોસાયટીના સેક્રેટરીની પત્ની માધવી ભીડે સોસાયટીની એક માત્ર બિઝનેસ વુમન છે. આ અભિનય સોનાલિકા જોશીએ કર્યો છે. તેમના પતિનું નામ સમીર જોશી છે અને તેમની એક દીકરી પણ છે.

6. જેનિફર મિસ્ત્રી:
તારક મહેતામાં સોઢીની પત્નીના અભિનયમાં જોવા મળતી જેનિફર મિસ્ત્રી છે. તેના લગ્ન પણ થઇ ગયા છે અને તેની પણ એક દીકરી છે. આ લોકડાઉનમાં તે પોતાની દીકરી સાથે સમય વિતાવી રહી છે.

7. દિલીપ જોશી:
દિલીપ જોશી નામ માત્રથી જ પ્રખ્યાત છે. તેમને આ ધરવાહિકના પ્રાણ સ્વરૂપ પાત્ર જેઠાલાલનો અભિનય કર્યો છે. તેમની પત્નીનું નમા જયમાલા જોશી છે. અને તેમના બે બાળકો પણ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.