હેલ્થ

શું જિમમાં પસીનો પાડ્યા વિના અને ડાઈટ ફૂડ ખાધા વિના વજન ઓછો કરવા માંગો છો? તો આજ થી જ શરુ કરી દો આ કામ

વધતા વજનને ઓછો કરવા લોકો શું-શું નથી કરતા? જિમમાં જઈ ખુબ મહેનત કરી અને ખોરાકી પણ ઓછી કરી નાખે છે. રનિંગ, જોગિંગ અને કડક ડાઈટ પ્લાન પછી પણ આટલો વજન ઓછો નથી કરી શકતા. દરરોજ આટલી મહેનત કર્યા બાદ સારું ખાવાનું ન મળે તો ક્યારેક આપણે કંટાળી જતા હોઈએ છીએ.

image source

એટલા માટે આટલું બધું કરવા કરતા તમે એક વખત સ્વિમિંગ શરુ કરી દો. સ્વિમિંગ એક એવી એક્સરસાઈઝ છે જેને કરવામાં મજા એ આવે છે અને વજન પણ ખુબ ઝડપી ઓછો થાય છે. જીમમાં જવું અને ડાઈટ ખાવાનું ખાવું એટલી માથાકૂટ કર્યા વિના દરરોજ સ્વિમિંગ કરવાથી તમારો વજન ખુબ ઝડપી ઓછો થઈ જશે. સ્વિમિંગ એક એવી એક્સરસાઇઝ છે જેને તમે કોઈ પણ ઉંમરમાં કરી શકો છો.


image source

સ્વિમિંગ કરવા માટે તમારું આખું શરીર મહેનત કરશે જેથી તમારી માંશપેશીઓ ખુબ જ મજબૂત બનશે. જો તમે કોઈ એવો વ્યાયામ કરવા ઇચ્છતા હોઉં જેમાં આખા શરીરને કસરત મળે તો સ્વિમિંગથી સારો એક પણ ઓપશન નથી. સાથે જ સ્વિમિંગ કરવાથી ખુબ ઝડપી તમારો વજન ઓછો થઇ શકે છે.

image source

જો તમે સ્વિમિંગ કરીને વજન ઘટાડવા ઇચ્છતા હોઉં તો થોડી વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો તમે પાણીમાં જ કેલેરીની વધુ માત્રા બર્ન કરવાનું લક્ષ્ય રાખતા હોઉં તો તમારે બટરફ્લાઇ સ્ટ્રોકને પ્રાથમિકતા આપવી જોઈએ. આ બધા સ્વિમિંગ સ્ટ્રોકમાંથી સૌથી વધુ સ્લોસ્ટ્રોક છે અને તેને કારણે જ તેમાં કેલેરી વધુ બર્ન થાય છે. જો તમે આ સ્ટ્રોકમાં ફક્ત 10 મિનિટ સ્વિમિંગ કરી લો તો 150 જેટલી કેલેરી બર્ન થઇ જાય છે.

image source

થોડી એક્સરસાઇઝ પછી તમને ખુબ ભૂખ લાગે છે એનું કારણ આ જ છે કે તમારી ઘણી કેલેરી બર્ન થઇ ગઈ હોય છે. જયારે તમે ઠંડા પાણીમાં સ્વિમિંગ કરો છો ત્યારે એ પાણી તમારા શરીરને ગરમ રાખવાની પૂરી કોશિશ કરે છે. લગભગ 30 મિનિટ સુધી સ્વિમિંગ કરે રાખવાથી 600 જેટલી કેલેરી બર્ન કરી શકો છો.

જો કે વજન ઉતારવા અને સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછું દરરોજ અડધી કલાક કે તેથી વધુ સમય સુધી સ્વિમિંગ કરવી જોઈએ. એક વખત પાણીથી અને સ્વિમિંગથી ટેવાય ગયા બાદ તમે અલગ અલગ સ્ટ્રોકનો ઉપયોગ કરીને ખુબ ઝડપી તમારો વજન ઓછો કરી શકો છો.

image source

પણ યાદ રાખજો કે શરૂઆતમાં તમે 30 મિનિટથી વધુ સ્વિમિંગ કરવાની કોશિશ ન કરતા, ધીરે ધીરે તમે પાણીમાં સમય વધુ વિતાવવાની શરૂઆત કરજો.

સ્વિમિંગ કરવામાં જયારે આખું શરીર મહેનત કરશે ત્યારે તમારો વજન ખુબ ઝડપથી ઘટવા લાગશે. નિયમિત રૂપે સ્વિમિંગ કરવાથી બધી ચરબી ઉતરી જશે. સાથે જ શરીરની દરેક માંશપેશીઓ મજબૂત બનશે અને સ્ટેમિના વધશે.

ફક્ત એટલું જ નહીં પણ સ્વિમિંગ હૃદય અને ફેફડા માટે પણ સારું માનવામાં આવે છે. સ્વિમિંગ એક એવી એક્સરસાઇઝ છે જેમાં વારે વારે શ્વાસ અંદર બહાર ખેંચવો પડે છે. જેને કારણે હૃદય સ્વસ્થ રહે છે.

સ્વિમિંગ જેમ હૃદય અને ફેફસા માટે સારું છે તેમજ મગજ માટે પણ સારું છે. સ્વિમિંગથી તણાવ દૂર થાય છે અને તણાવ દૂર થતા મન ખુબ જ સ્વસ્થ રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.