ફિલ્મી દુનિયા

આવી ગયો સુશાંત સિંહ રાજપૂતનો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ: જાણો અંદરથી શું બહાર આવ્યું

14 જૂનને રવિવારના રોજ બોલીવુડના ખુબ જ પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપતે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, સુશાંતના નિધન બાદ બૉલીવુડ  સમેત આખો દેશ વિચારમાં હતો કે સુશાંતે કયા કારણથી આત્મહત્યા જેવું પગલું ભર્યું? બધાની નજર સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર હતી. અને હવેતેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે અને તે પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

Image Source

સુશાંતના આ પોસ્ટમોર્ટમનું 5 ડોકટરોની ટિમ દ્વારા એનાલીલીસ કરવામાં આવ્યું હતું, રિપોર્ટમાં એ સ્પષ્ટ પાને સામે આવ્યું છે કે સુશાંતે આત્મહત્યા જ કરી હતી, તેના શરીર ઉપર કોઈપણ પ્રકારની ઇજાના નિશાન મળી આવ્યા નથી, તેમજ તેના નખ પણ એકદમ સાફ હતા જેના કારણે રિપોર્ટ પ્રમાણે સુશાંતે પોતાની જાતે જ મૃત્યુને વહાલું કર્યું હતું.

Image Source

સુશાંત સિંહ રાજપૂતના વિસરાને કેમિકલ તપાસ માટે સંભાળીને રાખવામાં આવ્યો છે. પહેલા પ્રોવિઝનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતો, જેની અંદર ત્રણ ડોકટરોએ સહી કરી હતી, ત્યારબાદ ફાઈનલ રિપોર્ટમાં પાંચ ડોકટરોએ સહી કરી છે. આ રિપોર્ટને તૈયાર કરતી વખતે ઘણી તાપસ હાથ ધરવામાં આવી હતી.

Image Source

સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હવે વિસરા રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. વ્યક્તિના મૃત્યુ બાદ મૃત્યુના કારણો જાણવા માટે તેના શરીરના કેટલાક આંતરિક અંગોને સુરક્ષિત રાખવામાં આવે છે અને તેને જ વિસરા કહે છે.

Image Source

સ્ટાર અભિનેતા સુશાંતના મોત બાદ સવાલ ઉઠી રહ્યાં હતા કે, કોઈએ તેનું ગળું દબાવીને તેને માર્યો છે. જોકે, હજુ સુધી તપાસમાં એવું કશું જ સામે આવ્યું નથી. સુશાંતના શરીર પર કોઈ સ્ટ્રગલિંગ માર્ક્સ મળ્યા નથી અને ના તો કાંઈ નખમાંથી મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંતની આત્મહટાયા પછી ફરી એકવાર બોલિવૂડમાં નેપોટિઝમનો વિવાદ છેડાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોના આરોપ છે કે, તેને કામ બાબતે, પોલિટિક્સ પ્રોફેશનલી ખૂબ હેરાન કરવામાં આવ્યો હતો જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી.

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.