ફિલ્મી દુનિયા

સુશાંત સિંહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, આ કારણે થયું હતું મોત-શરીર પર…

અભિનેતા સુઅશાંત સિંહ રાજપુરની આત્મહત્યા બાદ બોલીવુડના ઘણા રહસ્યો ખુલ્યા છે, પોલીસે પણ ઘણા લોકોની પૂછપરછ કરી છે અને શુશાંતની આત્મહત્યા કરવા પાછળના કારણો શોધવામાં લાગી ગઈ છે, ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. તો ઇન્ડસ્ટ્રીના જ ઘણા લોકો આ બાબતે ખુલીને સામે આવ્યા છે, અને સુશાંતની આત્મહત્યા વિશેના કારણો જાહેરમાં પણ જણાવી રહ્યા છે.

Image Source

આ બધા વચ્ચે ફિલ્મ મેકર અપૂર્વ અસરાની પણ સામે આવ્યા છે. તેમને ટ્વીટર ઉપ્પર ટ્વીટ કરીને કેટલાક રહસ્યો ખોલતા એમ પણ જણાવ્યું છે કે તે સુશાંતને  ન્યાય આપવવા માટે લડશે.

Image Source

અપૂર્વ લખ્યું છે કે: “સુશાંત સિંહ રાજપૂત માટે મારી લડાઈ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ નથી, હું એટલા માટે અવાજ ઉઠાવી રહ્યો છું કારણ કે હું તેને જાણતો હતો. હું સમજાવું કે તે કેવા સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. જયારે એક કેમપેઇન તેની છબી ખરાબ કરવા માટે બૂમો પાડી હર્યું હતું અને બીજા તેની સફળતા ઉપર અસર નાખી રહ્યા હતા. મેં આ મામલા ઉપર ઘણા જ બ્લોગ લખ્યા, કારણ કે મને લાગતું હતું કે ટ્વીટ કરવાથી તેને ન્યાય નહિ મળી જાય.”

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઇ પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે અને આ મામલામાં અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના નિવેદનો નોંધાઈ ચુક્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર ફેન્સ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે એક નવા સમાચાર સામે આવ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે તેઓ જ્યાં રહેતા તે મકાનના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજની મદદથી આત્મહત્યાના રહસ્યને હલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જોકે, પોલીસને એક્ટરના ઘરેથી કોઈ સીસીટીવી કેમેરો મળ્યો નથી. મુંબઈ પોલીસ અભિષેક ત્રિમુખે ડીસીપીએ કહ્યું કે પોલીસ હવે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઇ રહી છે.

મુંબઈ પોલીસ પહેલા દિવસથી જ આ કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં 34 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. જેમાં સુશાંતનો ઘરેલું સ્ટાફ, મેનેજર, ભૂતપૂર્વ મેનેજર, મિત્રો, ગર્લફ્રેન્ડ્સ, સહ-સ્ટાર્સ, ડિરેક્ટર અને પરિવારના સભ્યો શામેલ છે. રણવીર સિંહ સાથે ફિલ્મોમાં સુશાંતને રિપ્લેસને લઇને સોમવારે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

આ કેસમાં બીજો મોટો અપડેટ એ છે કે પોલીસ સુશાંતની એક એક્ટ્રેસ મિત્રને પૂછપરછ માટે બોલાવી શકે છે. જો સૂત્રોનું માનીએ તો, પોલીસે સુશાંત વિશે પ્રકાશિત થયેલા સમાચારો અંગે કેટલાક પત્રકારોની પૂછપરછ કરી તો તો જાણવા મળ્યું કે તેમની સાથે સંબંધિત માહિતી તેમને એક એક્ટ્રેસ દ્વારા આપવામાં આવી હતી.

સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતના મોતને લગતા અસ્થિરાનું કારણ સમજાવે છે. એટલે કે, શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ થયું હતું. જો કે સુશાંતના મામલે મુંબઈ પોલીસ બધા જ એંગલથી તપાસ કરી હતી. પોલીસે તપાસ માટે કાપડ પણ મોકલ્યું છે જેના દ્વારા સુશાંતસિંહ રાજપૂતે ફાંસી આપી હતી.

અલબત્ત, પોસ્ટમોર્ટમ અને વિઝેરા રિપોર્ટમાં તે સ્પષ્ટ થઈ ગયું છે કે એક્ટરનું મોત ફાંસી બાદ ગૂંગળામણથી થયું હતું. પરંતુ આત્મહત્યા પાછળનું વાસ્તવિક કારણ હજી સ્પષ્ટ થયું નથી. સુશાંતસિંહ રાજપૂતના મિત્રો અને નજીકના મિત્રો કહે છે કે તે છેલ્લા કેટલાક મહિનાઓથી ડિપ્રેશનનો શિકાર હતો અને તેની સારવાર પણ કરાવી રહ્યો હતો.

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં આત્મહત્યા બાદ મુંબઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી મુંબઈ પોલીસ દ્વારા 30થી વધુ લોકોના નિવેદન લેવાઈ ચુક્યા છે. સોમવારે મુંબઈ પોલીસદ્વારા આ મામલેજાણીતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીનું નિવેદન નોંધ્યું હતું. લીલા ભણસાલીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા પોલીસ દ્વારા અંદાજે 4 કલાક સુધી તેની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by झारखण्ड Uजला (@jharkhandujala) on

સંજય લીલા ભણસાલીએ પોલીસનાં 20 મહત્વપૂર્ણ સવાલનાં જવાબ આપ્યા હતાં. પોલીસે ભણસાલીએ સુશાંતની સાથે કરવામાં આવેલાં ફિલ્મનાં કરાર અંગે વાત કરી હતી. સંજય લીલા ભણસાલી પર આરોપ લગાડવામાં આવ્યા હતા કે, સુશાંતએ કારણે ડિપ્રેશનમાંભોગ બન્યો હતો કારણકે ભણસાલી દ્વારા બનાવવામાં આવેલી બંને હિટ ફિલ્મો ‘રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ તેના પાસેથી છીનવાઇ ગઇ હતી. અને અન્યને આપવામાં આવી હતી. આ આરોપોને નકારતા કરતાં ભણસાલીએ કહ્યું કે તેમણે સુશાંતને કોઇપણ ફિલ્મમાંથી નહોતો કાઢ્યો.

 

View this post on Instagram

 

A post shared by Fake Bollywood (@hate_bollywood) on

સંજય લીલા ભણસાલીએ જણાવ્યું હતું કે, તે સુશાંતના પ્રભાવિત હતા. તેથી તે સુશાંતને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા. પરંતુ યશરાજએ જણાવ્યું હતું કે, તે સમયે સુશાંત તેની બજેટની ફિલ્મ ‘પાની’ કરી રહ્યો હતો. જેના કારણે તેને કાસ્ટ કરી શકવામાં આવ્યો ના હતો.

ભણસાલીએ પોલીસને કહ્યું હતું કે, આ ઉદ્યોગમાં સામાન્ય છે, કેટલીકવાર તમે કેટલાક કલાકારો સાથે કામ કરવા માંગતા હો, પરંતુ ઘણાં કારણોને લીધે તે શક્ય નથી. ભણસાલીએ કહ્યું, “મેં કેટરીના સાથે ત્રણ વખત ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ડેટ્સ મેચ ન હોવાને કારણે તેણીને કાસ્ટ કરી શકી નહીં.” તે જ સમયે, રામ લીલા માટે, હું પહેલા સલમાન અનેઐશ્વર્યાને કાસ્ટ કરવા માંગતો હતો પણ તે પણ થઈ શક્યું નહીં. આ ઉદ્યોગમાં બની રહ્યું છે અને આ કલાકારો જાણીતા છે.

 

View this post on Instagram

 

A post shared by News Flash By All IN One (@allinonenewsflash) on

બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પુછપરછ કર્યા બાદ મુંબઇનાં સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોચ્યા હતાં. જ્યાં ડીસીપી અભિષેક ત્રિમુખે દ્વારા તેમની એક કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ 4 કલાક ચાલેલી આ પૂછપરછમાં 35થી 40 સવાલ સંજય લીલા ભણસાલીને પુછવામાં આવ્યા હતાં.

 

View this post on Instagram

 

Why @sushantsinghrajput 💔😢 💔 #restinpeace #ripsushant #ripsushantsinghrajput

A post shared by musician / producer / pianist (@thedudemusic) on

સુશાંતને અંતિમ વિદાઈ આપવા માટે તેના પિતા કે.કે. સિંહ પટનાથી મુંબઇ આવી ભારે હૈયે દીકરાના અંતિમ સંસ્કાર કર્યા હતા. પોલીસે આ મામલે આકસ્મિક મોતનો કેસ નોંધ્યો છે. DCP (Zone IX) અભિષેક ત્રિમુખે કહ્યું કે, બાંદ્રા પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો છે.
‘ત્રણ ડોક્ટરોની ટીમ સુશાંત સિંહનું શબપરીક્ષણ કર્યું હતું અને લટકવાના કારણે ગૂંગળામણ થવાથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ પણ મળી નથી’, તેમ ત્રિમુખે જણાવ્યું.

Image Source

પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે, એક્ટરને આર્થિક તંગી નહોતી. ‘સુશાંતની બહેન ઘણીવાર તેને મળવા આવતી હતી અને ત્યાં રોકાતી હતી. તે થોડા સમય પહેલા જ ગોરેગાંવ સ્થિત પોતાના ઘરે ગઈ હતી. તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યો હતો. તેના મિત્ર શેટ્ટીએ કહ્યું કે, એક્ટરે તેને રવિવારે સવારે કોલ કર્યો હતો, પરંતુ તેણે રિસીવ કર્યો નહીં.’

ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ઉલ્લેખ છે કે, કથિત રીતે પ્રોફેશનલી દુશ્મનાવટના કારણે તે ડિપ્રેશનમાં હતો. ત્યારે પોલીસ આ એન્ગલથી પણ તપાસ કરશે. દેશમુખે ટ્વીટ કર્યું હતું કે, ‘પોસ્ટમોર્ટમ રિપોર્ટનું કહેવું છે કે, સુશાંતે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે, જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે, પરસ્પરની દુશ્મનાવટના કારણે તે ડિપ્રેશનમાં હતો. તેથી મુંબઈ પોલીસ આ એન્ગલથી પણ તપાસ કરશે’.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput❤️ (@sushantsrajputfc) on

કૂપર ડોક્ટોએ બાયકુલામાં આવેલી વિસેરા જેજે હોસ્પિટલમાં તેના વિસરા મોકલ્યા છે, જ્યારે અન્ય સેમ્પલ કાલિના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં, ઇન્ટૉક્સિકેશન, પોઈઝનિંગ અને અન્ય ટેસ્ટ કરવામાં આવશે. કાલિના લેબોરેટરીના અધિકારીએ કહ્યું કે, એક અઠવાડિયામાં તેના રિપોર્ટ્સ આવશે.

 

View this post on Instagram

 

A post shared by BTS and IU fanpage (@bts_army_iu_uaenas) on

સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહની તસવીરો કેવી રીતે લીક થઈ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સુશાંતે રવિવારે આપઘાત કર્યાના સમાચાર વહેતા થયાની ગણતરીની મિનિટોમાં તેના મૃતદેહની તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઈ ગઈ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.