ફિલ્મી દુનિયા

ગામની યુવતી સાથે લગ્ન કરીશ ? આ સવાલ પર સુશાંત સિંહ રાજપૂતે ઘરવાળાને આપ્યો હતો આ જવાબ

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનન 2 મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. નિધનને આટલો સમય થઇ જવા છતાં પણ ફેન્સ દિગ્ગ્જ એક્ટરની યાદમાંથી બહાર નથી નીકળી શક્યા. સુશાંતના મોત બાદ તેનાથી જોડાયેલા ઘણા ખુલાસા સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુશાંતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પરિવારના સભ્યો સુશાંત સાથે તેના લગ્નની વાત કરતા નજરે પડે છે. સુશાંત ઘણીવાર બિહારના પૂર્ણિયામાં તેમના પૂર્વજ ગામની મુલાકાત લેવાનું ભૂલતો ન હતો. ગામના લોકોને હજી ખાતરી નથી થઈ કે તેના ગામના લાલ તેમને છોડીને ચાલ્યા ગયો છે. સુશાંતે છેલ્લે 12 મે 2019 ના રોજ તેમના ગામની મુલાકાત લીધી હતી. સુશાંત સાથે ત્રણ લોકો હતા. જેમાં સિદ્ધાર્થ પિથણી પણ હતા. સુશાંત એક દિવસ માલદિહનમાં રોકાયો હતો. ગામલોકો કહે છે કે તેઓ તેમના બાળપણને યાદ કરીને એક ક્ષણ જીવવા માંગતા હતા.

વીડિયો ગત વર્ષનો છે. જ્યારે સુશાંત ઘણા વર્ષો પછી તેના મુંડન માટે ગામ અને નાનાહાલ ગયો હતો. આ દરમિયાન જ્યારે તેના લગ્ન વિશે સવાલો પૂછવામાં આવતા ત્યારે સુશાંતે ખૂબ જ સચેત રીતે તેનો જવાબ આપ્યો. વાયરલ વીડિયોમાં સુશાંત ઘરના આંગણામાં પોતાના પ્રિયજનોની વચ્ચે બેઠો અને વાતો કરતો જોવા મળી રહ્યો છે.

આ સમય દરમિયાન, એક મહિલા સુશાંતને પૂછે છે, ‘લગ્નમાં બધાંને લઇ જઈશ ને ? … જવાબમાં તે કહે છે, પહેલા એક છોકરી તો ગોતો … સુશાંત કહે છે કે,તમે પણ ગોતો… આ પર મહિલા કહે છે કે, બિહારની યુવતી સાથે લગ્ન કરી લે. આ પર સુશાંત કહે છે કેમ નહીં ?

જણાવી દઈએ કે, સુશાંતના લગ્ન આ વર્ષ નવેમ્બર મહિનામાં થવાના હતા. એવું માનવામાં આવે છે કે સુશાંત નવેમ્બરમાં જ પારિવારિક સંમતિથી લગ્ન કરવા જઇ રહ્યો છે. આ માટે તેમણે ગામના પરિવારના સભ્યોને મુંબઈ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું, પરંતુ દુર્ભાગ્યવશ આ થઈ શક્યું નહીં. તેના પિતા કે.કે.સિંઘ અને બહેનોને પણ સુશાંતના સારા ભવિષ્ય અને લગ્ન વિશે સપના હતાં, પરંતુ આવું થઈ શક્યું નહીં.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને રવિવારે મુંબઇના ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેમના અવસાન બાદથી દેશભરમાં શોકનું વાતાવરણ છે. લોકો આ કેસને આત્મહત્યાની જગ્યાએ હત્યા ગણાવી રહ્યા છે.
જુઓ વિડીયો

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.