મનોરંજન

મને પસંદ કરવાનો દેખાવો કરે છે બાદમાં કોલ પણ રિસીવ નથી કરતા, સુશાંતનો જૂનો વિડીયો વાયરલ

સુશાંતએ ભલે આ દુનિયાને અલવિદા કહી દીધી હોય પરંતુ તેની પાછળ તે હજારો સવાલ મૂકીને ગયો છે. સુશાંતના નિધનથી સામાન્ય નાગરિકથી લઈને બધાજ લોકો હેરાન છે. સુશાંતના નિધનની ફેન્સ કેટલા બેચેન છે તેની જાણ ફેન્સના સવાલ પરથી જ નજરે આવી શકે છે. સોશિયલ મીડિયામાં સુશાંતના નિધન બાદ એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સુશાંતના ફેન્સ આ વિડીયો #JusticeForSushantSinghRajput હેશટેગ સાથે ટ્વીટર પર વાયરલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by EXO-L (@bollyexowood) on

આ વાયરલ વીડિયોમાં સુશાંત કહી રહ્યો છે કે, તેના માત્ર બે જ મિત્રો છે, વીડિયો ક્લિપમાં કહી રહ્યો છે, સચ, મેરે સિર્ફ દો હી દોસ્ત હૈ….. સુશાંત સિંહ રાજપૂત કહે છે કે લોકો તેની સાથે વાત કરવાનુ પસંદ નથી કરતા, અને ગમવાનુ દેખાડો કર્યા બાદ તેને ઇગ્નૉર કરે છે. તેને કહ્યું- હુ માત્ર મિત્રો જ નથી બનાવી શકતો, પણ કોઇને પણ મારી વાતચીત સારી નથી લાગતી. એટલા માટે પહેલીવાર તેઓ મને પસંદ કરવાનો દેખાડો કરશે, અને પછી તે કોઇપણ રીતે મારો કૉલ નહીં ઉઠાવે.

આ વિડીયો શેર કરતા યુઝરે લખ્યું હતું કે, આ ક્લિપમાં તેમની પીડા અનુભવો. મને નથી લાગતું કે કોઈ અન્ય સેલિબ્રિટીના તાજેતરના અવસાનથી દેશને અસર થઈ છે. જેટલી સુશાંતના નિધનથી. મીત્રો,તમારી આંખો ખોલો અને જુઓ કે આ ઉદ્યોગ કેટલો ઝેરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.