દિવંગત બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનની સવારે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સુશાંતના એક અઠવાડિયા પહેલા તેની પૂર્વ મેનેજર દિશા સલિયાને મુંબઈની એક બિલ્ડિંગમાંથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. દિશાની મૃત્યુ બાદ સુશાંત એકદમ પરેશાન હતો. અક્ટરના મિત્રોનું કહેવું છે કે સુશાંતને દિશાની મૃત્યુ વિશે ઘણી વસ્તુઓ ખબર હતી, જેના વિશે તે પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઇ રહ્યો હતો. ઘણા લોકો સોશિયલ મીડિયા પર દિશા અને સુશાંતના મોતનું કનેક્શન પણ શોધી રહ્યા છે.
View this post on Instagram
એક મીડિયા રિપોર્ટ અનુસાર, એક્ટર અને દિશા સલિયન બંને એપ્રિલ મહિનાથી ટચમાં હતા. કામને લઈને વાત કરી રહ્યા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે, સુશાંત અને દિશા એપ્રિલથી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. ચેટથી ખબર પડી છે કે દિશા, સુશાંત સિંહ રાજપુતનું પીઆર મેનેજર રહી ચુકી હતી. બંને એકબીજા સાથે ટચમાં હતા. બંને નવા પ્રોજેક્ટ પર વાત કરી રહ્યા હતા. આ સિવાય સુશાંતને ઘણી ટીવી કમર્શિયલ પણ ઓફર કરી રહ્યા હતા.
View this post on Instagram
આ ચેટ મુજબ દિશા ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર સુશાંત સાથે વાત કરી રહી હતી. આ સિવાય સુશાંતની ચેટ પરથી પણ સ્પષ્ટ થાય છે કે તેને ઘણા ટીવી કમર્શિયલ તરફથી ઓફરો મળી રહી હતી. જેમાંથી કેટલાકએ સુશાંતએ દિશાને વાત કરવાનું કહ્યું હતું અને કેટલાક લોકોએ તેમની ઓફર ફગાવી દીધી હતી.
View this post on Instagram
બંને વચ્ચે આ વોટ્સએપ ચેટ 2,7,9 અને 11 એપ્રિલના રોજ થઈ હતી. સુશાંત સિંહ રાજપૂત અને દિશા સલિયન વચ્ચેની આ ચેટ એકદમ પ્રોફેશનલ હતી. એક્ટરએ દિશાને તેલ માટે એડ કરવાનું કહ્યું હતું. આ એડ માટે તેમને 60 લાખની જંગી રકમની ઓફર કરવામાં આવી રહી હતી. સુશાંતે ચેટમાં સિદ્ધાર્થ પિથનીનું નામ પણ રાખ્યું છે.
View this post on Instagram
તાજેતરમાં જ તેના પૂર્વ મેનેજર અંકિતે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેણે સ્ટાફના સભ્યો પર આરોપ લગાવ્યો છે કે તેઓએ સાથે મળીને અભિનેતાની હત્યા કરી છે. આ સિવાય તેણે કહ્યું છે કે જો સુશાંતના ઓરડાના દરવાજા બંધ હતા તો તેણે તેને કેમ નહીં ખોલ્યો. તમે શા માટે રાહ જુઓ અને દરવાજો તોડ્યો નહીં?
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.