સુરભી ચંદનાએ બાથટબમાં કરાવ્યુ એવું ફોટોશૂટ કે ચાહકો તો દિલ હારી બેઠા, જુઓ PHOTOS

ટીવીની સૌથી સંસ્કારી અભિનેત્રીએ બાથટબમાં એવું પહેરીને બેઠી કે ફેન્સ બોલ્યા- નજારો એવો કે…

સુરભિ ચંદના ટીવી શો “નાગિન 5″માં પોતાની શાનદાર ભૂમિકાઓ સાથે ચાહકોની ફેવરિટ બની ગઇ છે. હાલ અભિનેત્રી અને ટીવીની નાગિન સુરભિ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. હાલમાં જ તેણે તેની ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે. ટીવી અભિનેત્રી હવે બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે. આ દિવસોમાં તે ગ્લેમરસ તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર કહેર વરસાવી રહી છે.

સુરભીની તસવીરો પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થઇ જતી હોય છે. થોડા સમય પહેલા જ સુરભીએ બાથટબમાં ફોટોશૂટ કરાવ્યું હતું જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. નાગિન ફેમ સુરભીએ તેની અદાઓથી લોકોને દીવાના બનાવી દીધા છે. સુરભી આ દિવસોમાં માલદીવના વેકેશન પર ગઈ છે.

સુરભી બાથટબમાં બેસીને અલગ અલગ પોઝ આપી રહી છે. સુરભીના એક્સપ્રેશન અને અદાઓ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે.  સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા સુરભીએ કેપ્શનમાં લખ્યુ છે કે, ‘જયારે તમારી પાસે બાથટબ જેવી લોકેશન હોય તો તસવીરો જરૂર લેવી જોઈએ.’ આ શૂટ ખુબ જ અનોખું હતું. ચાહકોની સાથે સેલિબ્રિટી પણ સુરભીની આ અદાઓના વખાણ કરી રહ્યા હતા.

આની પહેલા સુરભીએ ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં ક્યારેક સમુદ્રના કિનારે તો ક્યારેક સ્વિમિંગ પૂલમાં પોઝ આપી રહી હતી. આ તસવીરમાં સુરભીએ બ્લૂ કલરના ક્રોપ ટોપ સાથે સ્લિટ હાઈ સ્કર્ટ અને ખુલ્લા વાળમાં નજર આવી રહી છે.

સુરભીની માલદીવ યાત્રા પુરી થઇ ગઈ છે અને તે મુંબઈ આવી રહી છે. સુરભીએ કેટલાક વીડિયો પણ પોસ્ટ કર્યા છે જેમાં સુરભી વોટર સ્કૂટિંગનો આનંદ લઇ રહી છે. જણાવી દઈએ કે સુરભીએ ટીવી પર ઘણી બધી ધારાવાહિકમાં ખાસ ભૂમિકા નિભાવી છે. સુરભીએ કોમેડી ધારાવાહિક ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં’માં કૈમિયોની સાથે 2009માં ડેબ્યુ કર્યું હતું.

ત્યારબાદ સુરભીએ લગભગ 4 વર્ષનો બ્રેક લીધો હતો અને પછી ‘એક નનદ કી ખુશીયો કી ચાબી…મેરી ભાભી’થી કમબેક કર્યું હતું. ‘કુબૂલ હૈ’માં સુરભી લીડ રોલમાં નજર આવી હતી. વિદ્યા બાલનની ફિલ્મ ‘બોબી જાસૂસ’માં પણ સુરભીએ નાની ભૂમિકા નિભાવી હતી. ‘નાગિન 5’માં સુરભીએ શરદ મલ્હોત્રાની અપોઝીટ બાની સિંઘાનિયાનું પાત્ર નિભાવ્યું હતું.

Patel Meet