ખબર

ગુજરાતમાં સામે આવ્યું કરોડોનું કૌભાંડ : 100થી વધુ લોકોને લાલચ આપી તેમના નામે થઇ રહ્યા હતા કરોડોના વ્યવહાર

સુરત : 10 વર્ષ પહેલાં નવસારીમાં રહેતા 100થી વધુ લોકોને પાનકાર્ડ અને રિટર્ન ભરી આપવાની લાલચ આપી મહિધરપુરામાં ખ્યાતનામ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા ટેક્સ ચોરી અને કાળા નાણાને વ્હાઇટ કરતા તેમજ ઇન્કમટેક્સ વિભાગને ગેરમાર્ગે દોરતા તેમના વિરુદ્ધ મુખ્યમંત્રી સહિત પોલીસ વિભાગમાં ફરિયાદ કરતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના એડવોકેટના ધ્યાને આવી હતી અને તેમણે જ ફરિયાદ નોંધાવી હતી. નવસારીના ફાલ્ગુનીબેને ગરીબ નાગરિકોના નામે બેંક ખાતા ખોલાવી વ્યવહાર કરાતા હોવાની ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, ટેક્સ કન્સલન્ટનું કામ કરતી પેઢીના સંચાલક દ્વારા મફતમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરી આપવા અને ટીડીએસની રકમ વાર્ષિક રૂ. 2500 આપવાની લાલચે પાનકાર્ડ, આધારકાર્ડ જેવા ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઇઝના ફોટા માંગવામાં આવ્યાં હતા.

સુરતના ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા ઈંડિવિઝયુઅલ અને એચ.યુ.એફ. બે પાનકાર્ડ બનાવી બોગસ રિટર્ન ભર્યા હતા. 100થી વધુ નવસારીના રહીશોના ખાતામાં લગભગ 30 થી 90 લાખ સુધીની રકમો જમા થઈ છે. આ અંગે તપાસ થાય તો ઘણા લોકોનો પર્દાફાશ થાય તેમ છે. આ બાબતે પોલીસ અને મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે. નવસારીના લોકોનું બારોબાર સુરતમાં એકાઉન્ટ ખોલી નાણાકીય વ્યવહારનું કૌભાંડ સામે આવ્યુ છે.

હવે આ એટલા માટે સામે આવ્યુ કારણ કે નવસારીમાં રહેતી એક મહિલાને લોનની જરૂર પડી અને તે એક બેંકમાં ગયા જયાં તેમના દસ્તાવેજો જોતા બેંકના અધિકારીએ જણાવ્યું કે તમારા નામે સુરતની બેંકમાં ખાતું છે અને તેમાં સવા કરોડથી વધુ રૂપિયા જમા છે તો તમારે લોનની શુ જરૂર છે ? ત્યારે અધિકારીના આવું કહ્યા બાદ આ મહિલાએ જણાવ્યું કે અમારું ખાતું નથી, અને તે બાદ દસ્તાવેજ ચેક કર્યા અને 10 વર્ષ પહેલા કોઈને ડોક્યુમેન્ટ આપ્યા હોવાનું આ મહિલાએ જણાવતા આ સમગ્ર કૌભાંડ પરથી પડદો હટ્યો હતો. સોજન્ય : દિવ્ય ભાસ્કર