ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે અને તેમાં પણ સુરતમાંથી તો ગુનાહિત પ્રવૃત્તિઓ અટકવાનું નામ જ લઇ રહી નથી. સુરતના મહિધરપુરામાં કોમ્પ્લેક્સના નવા બનેલા રૂમમાંથી બે દિવસ પહેલા મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક દેહવ્યાપારનો ધંધો કરતી હતી અને હત્યારો તેનો પ્રેમી જ હતો. જે હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
આરોપી પાસેથી 900 રૂપિયા લીધા બાદ પણ મૃતક યુવતી સંબંધ બાંધવા દેતી ન હતી અને ઝઘડો થતા મહિલાએ પ્રેમીના હાથ પર બચકું ભરતાં ગુસ્સે ભરાયેલા પ્રેમીએ લાકડાના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારી હતી.મહિધરપુરા પોલીસે રીટા ઉર્ફે માધુરીની હત્યાના કેસમાં પ્રેમી જગન્નાથ ઉર્ફે સુદર્શન ઉર્ફે કાલિયા ઉર્ફે બટકો મંડલની કબીર હોટલ પાસેના રેલ્વે સ્ટેશન પાસેથી ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે મૃતક સાથે પ્રેમ સંબંધમાં હતો. યુવતી બે દિવસ પહેલા દિલ્હી ગેટ પાસે હતી.
આરોપી તેની પાસે ગયો અને 900 રૂપિયા આપીને સંબંધ બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી. યુવતી 900 રૂપિયા લઈને મંથન કોમ્પ્લેક્સના બીજા માળે ગઈ, જ્યાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.ત્યાં ગયા બાદ યુવતીએ સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી. આ પછી આરોપીએ ગુસ્સામાં તેને માથામાં લાકડી વડે માર મારી હત્યા કરી નાખી હતી. ઘટના બાદ આરોપી ટ્રેનમાં તેના ગામ ભાગી જવાનો હતો. જો કે, પોલીસે આરોપીની રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મંથન કોમ્પ્લેક્સ, દિલ્હી ગેટમાંથી એક યુવતીની લાશ મળી આવી આવતા ચકચાર મચી ગઇ હતી. યુવતીનો મૃતદેહ 209 મંથન કોમ્પ્લેક્સની રિનોવેટેડ ઓફિસમાંથી મળી આવ્યો હતો. યુવતીના મૃતદેહની જાણ થતાં જ મહિધરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. મહિધરપુરા પોલીસ પીઆઈએ જણાવ્યું હતું કે, મહિધરપુરાના દિલ્હી ગેટ પર મંથન કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવ્યું છે.
જ્યાં ઓફિસની જગ્યા નંબર 209 ખાલી છે અને તેના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ ઓફિસમાં પોલીસને હત્યા કરાયેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં પહોંચીને તપાસ કરતાં ખબર પડી કે યુવતીનું નામ રીટા ઉર્ફે માધુરી છે. કોઈ તીક્ષ્ણ ચીજવસ્તુ તેના માથા પર મરાઇ હોવાને કારણે તેનું મોત નીપજ્યું હતુ. પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે યુવતીની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે યુવતી દેહવ્યાપારનો ધંધો કરતી હતી. તે તેના પ્રેમી સાથે આ ઓફિસે આવી હતી
અને બંને વચ્ચે બોલાચાલી થતાં તેના પ્રેમીએ તિક્ષ્ણ ભારે વસ્તુ વડે તેણીના માથામાં ઘા મારી હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તેના પ્રેમીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. યુવતી તેના પ્રેમી સાથે સંબંધ બાંધવા વહેલી સવારે મંથન કોમ્પ્લેક્સમાં રિનોવેટ થઈ રહેલી ઓફિસમાં ગઇ હતી. આ દરમિયાન યુવતીએ 900 રૂપિયા લઇ સંબંધ બાંધવાની ના પાડી અને પ્રેમીએ ગુસ્સામાં આવી તેની હત્યા કરી નાખી, જે બાદ તે ભાગી ગયો હતો. પોલીસે પરિસરની આસપાસ લાગેલા સીસીટીવીની તપાસ શરૂ કરી આરોપીની ઓળખ કરી હતી. જે બાદ તેને ઝડપી પાડ્યો હતો.