કિંગ ખાનની લાડલી સુહાના ઉપર લોકોએ ગંદી ગંદી કમેન્ટ કરી તો સુહાનાનો મગજ ગયો અને ખુલ્લેઆમ કહ્યું કે
દેશ અને દુનિયામાં રંગભેદ સૌથી મોટો મુદ્દો છે. રંગભેગની અસર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર સૌથી વધુ જોવા મળે છે. હવે ફિલ્મી સિતારાઓ રંગભેદ પર ખુલીને વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો સિતારાઓ અને તેના બાળકોના રંગને લઈને ઘણી વાર મજાક બનાવતા નજરે ચડે છે. હાલમાં જ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને જડબાતોબ જવાબ આપ્યો હતો.
View this post on Instagram
બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ચર્ચિત સ્ટાર કિડ પૈકી એક છે. સુહાના લાઇમલાઇટમાં રહે છે. સુહાના ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી તસ્વીર શેર કરે છે. સુહાનાની દરેક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. હાલમાં જ સુહાનાએ એક તસ્વીર શેર કરી હતી જે લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.
View this post on Instagram
સુહાનાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીર સાથે તેને કમેન્ટ પણ શેર કરી છે જે લોકોએ તેના પોસ્ટ પર કરી છે. આ કમેન્ટ શેર કરતા સુહાનાએ લખ્યું હતું કે, આ એ બધા માટે જે લોકો હિન્દી નથી બોલતા મેં વિચાર્યું કે થોડું જણાવી દઉં. બ્લેક કલરને હિન્દીમાં કાલા કહેવામાં આવે છે. કાલી શબ્દનો ઉપયોગ એક મહિલા વિષે કહેવામાં આવે છે જે ડાર્ક કલરની છે.
View this post on Instagram
આ પોસ્ટ સાથે સુહાનાએ કેપ્સનમાં લખ્યું હતું કે, અત્યાર ઘણું ચાલી રહ્યું છે. આ એ મુદ્દા પૈકી એક છે જેને આપણે ઠીક કરવાની જરૂરત છે. આ ફક્ત મારા વિષે જ નહીં પરંતુ દરેક યુવાન છોકરા/છોકરી વિષે છે. જે કોઈ પણ કારણ વગર આ પ્રકારની ભાવનાનો ભોગ બને છે. જયારે હું 12 વર્ષની હતી ત્યારે મને લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તારી સ્કિનના કારણે તું બદસુરત છે. આ કમેન્ટ ભારતના જ લોકો કરે છે જયારે આપણે બધા ભારતીયો મુખ્ય રીતે બ્રાઉન કલરના જ હોય છે.
View this post on Instagram
વધુમાં સુહાનાએ લખ્યું હતું કે, મેલેનીનથી ખુદને દૂર કરવાની કોશિશ કરી રહી છું પરંતુ નથી કરી શકતી. તમારા જ લોકોને નફરત કરવી એલર્ટ તમે મુશ્કેલીમાં છો. મને દુઃખ છે કે, જો સોશિયલ મીડિયામાં ઇન્ડિયન મેચમેકિંગ અથવા તો ત્યાં સુધી ફેમિલીએ પણ તમને ખાતરી આપે છે કે જો તમારી હાઈટ 5’7 છે પરંતુ કલર સાફ નથી તો આપ સુંદર નથી. હું 5’3ની છું અને બ્રાઉન કલરની છું. આમ છતાં પણ ખુશ છું અને રહેવું પણ જોઈએ.

સુહાનાએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યું છે. સુહાનાના 10 લાખથી વધુ ફોલોઅર છે. જણાવી દઈએ કે, સુહાના બોલીવુડમાં કામ કરવા માંગે છે આજ કારણે તે ન્યુયોર્ક યુનિવર્સીટીમાં એક્ટિંગનો કોર્ષ કરી રહી છે. કોરોના વાયરસને કારણે તે છેલ્લા થોડા સમયથી ભારતમાં જ છે. ગત વર્ષ સુહાનાની શોર્ટ ફિલ્મ ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ રિલીઝ થઇ હતી. ફેન્સને સુહાનાની એક્ટિંગ ઘણી પસંદ આવી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.