પપ્પાને દીકરીએ વચન આપ્યું હતું કે “હું ઓફિસર બનીશ !” 22 વર્ષની ઉંમરમાં જ સપનું કર્યું સાકાર, બની ગઈ IAS ઓફિસર, ખુબ જ પ્રેરણાદાયક છે કહાની

આપણા દેશમાં ઘણા બધા લોકો આઇપીએસ અને આઈએએસ બનવા માટે તનતોડ મહેનત કરે છે. યુપીએસસીની પરીક્ષામાં પાસ થવાનું સપનું મોટાભાગના યુવાનો પણ જોતા હોય છે, પરંતુ ઘણા ઓછા એવા હોય છે જેનું આ સપનું પૂરું થતું હોય છે. ઇન્ટરનેટ ઉપર સફળતાનાં શિખર ઉપર પહોંચી ગયેલા ઘણા લોકોની કહાનીઓ પણ સામે આવતી હોય છે, જેના કારણે કેટલાય લોકો તેમાંથી પ્રેરણા લેતા હોય છે.

યુપીએસસી પાસ કરવા માટે તેમને જે સંઘર્ષ કર્યો હોય, જે મહેનત કરી હોય અને કેવી પરિસ્થિતિમાંથી તે આવતા હોય છે તે જાણીને ઘણુંબધું શીખવા પણ મળતું હોય છે. હાલ એવી જ એક દીકરીની કહાની  વાયરલ થઇ રહી છે, જેને પોતાના પિતાને વચન આપ્યું હતું કે તે ઓફિસર બનશે અને 22 વર્ષની ઉંમરમાં જ IAS બની ગઈ.

અમે વાત કરી રહ્યા છીએ IAS સુલોચના મીનાની. જે રાજસ્થાનના સવાઈ માધોપુરના અદલવારા ગામની રહેવાસી છે. તેમના પિતા રામકેશ મીણા રેલ્વેમાં અધિકારી છે અને માતા ગૃહિણી છે. સુલોચના બે બહેનોમાં મોટી છે. તેણી કોલેજકાળ દરમિયાન રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની સક્રિય સભ્ય રહી છે.

IAS સુલોચના મીનાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીની મિરાન્ડા હાઉસ કોલેજમાંથી વનસ્પતિશાસ્ત્રમાં સ્નાતક થયા છે. તે સ્વ-અભ્યાસને સફળતા માટે શ્રેષ્ઠ માને છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટના કેપ્શનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. સુલોચના મીનાએ કોલેજના અભ્યાસની સાથે UPSC પરીક્ષાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી.

તે એવા નસીબદાર ઉમેદવારોમાંથી એક છે, જેમણે માત્ર 22 વર્ષની ઉંમરે પોતાનો પ્રથમ પ્રયાસમાં જ આ સફળતા મેળવી લીધી. તેણે તેના પિતાને વચન આપ્યું હતું કે તેમને ઓફિસર દીકરી બનીને બતાવશે અને ફક્ત 22 વર્હસની ઉંમરમાં જ તેને આ સપનું સાકાર કરી દીધું. UPSC પરીક્ષા 2021નું પરિણામ આવતાની સાથે જ સુલોચના મીના અને તેમના પરિવારનું ખૂબ સન્માન થયું. તેણે ઓલ ઈન્ડિયા લેવલ પર 415મો રેન્ક અને એસટી કેટેગરીમાં 6મો રેન્ક મેળવ્યો હતો.

સુલોચનાએ પ્રથમ પ્રયાસમાં જ એસટી કેટેગરીમાં છઠ્ઠું સ્થાન મેળવીને દરેક માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યાર સુધી સુલોચના 22 વર્ષની વયે પસંદગી પામનાર જિલ્લાના લોકોમાં મહિલા વર્ગ હેઠળની પ્રથમ ઉમેદવાર છે.સુલોચનાની સફળતાની કહાની પણ હજારો લોકો માટે આજે પ્રેરણાદાયી બની રહી છે.

Niraj Patel