નફરતની વચ્ચે પણ ખીલી ઉઠ્યા પ્રેમના ફૂલ, ચાર-ચાર બાળકોની માતા સાથે આ વ્યક્તિએ કર્યા લગ્ન, ખુબ જ રસપ્રદ છે બંનેની પ્રેમ કહાની, જુઓ વીડિયો

છેલ્લા ઘણા સમયથી કેટલીક પ્રેમ કહાનીઓ ખુબ જ વાયરલ થઇ રહી છે, મોટી ઉંમરના વ્યક્તિ સાથે કોઈ નાની ઉંમરનું વ્યક્તિ પ્રેમમાં પડતું હોય છે અને પછી લગ્નના બંધનમાં પણ બંધાઈ જતું હોય છે, જેના બાદ આવા લગ્ન ખુબ જ ચર્ચામાં આવતા હોય છે. આવી મોટાભાગની ઘટનાઓ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાંથી સામે આવતી હોય છે. ત્યારે હવે વધુ એક એવી પ્રેમ કહાની સામે આવી છે, જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ કહાની પાકિસ્તાનમાં રહેતા ચાર બાળકોની માતા લુબના અને તેના પતિ ઓમરની છે. જેમની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તાજેતરમાં જ એક વીડિયોમાં આ પાકિસ્તાની કપલે પોતાની સ્ટોરી શેર કરી છે. વાયરલ વીડિયોમાં કપલે લગ્ન બાદ જીવનમાં આવેલા બદલાવ વિશે વાત કરી હતી. લુબનાએ જણાવ્યું કે ઓમર તેની દરેક ઈચ્છા પૂરી કરે છે. ઘણી વખત એવું બને છે કે તે શરૂઆતમાં ના પાડી દે છે, પરંતુ તે જાણે છે કે તે તેની માંગ ચોક્કસપણે પૂરી કરશે.

ઓમરે કહ્યું કે શરૂઆતમાં લોકો તેમના લગ્નને ટોણા મારતા હતા, લોકો કહેતા હતા બંને લોકો એકબીજાને છોડી દેશે. પરંતુ અમારા લગ્નને 4 વર્ષ થયા છે. જો કે, દંપતી ઘરના દરેક મહત્વપૂર્ણ કામમાં, રસોડાથી લઈને અન્ય તમામ કાર્યોમાં એકબીજાને મદદ કરે છે. લુબના અને ઓમર  પહેલા ગુજરાનવાલામાં રહેતા હતા. પરંતુ, હવે ઓમર તેના માતા-પિતાથી અલગ થઈને ફૈસલાબાદમાં રહે છે.

ઓમર લુબનાના પહેલા લગ્નના બાળકોને પણ પ્રેમ કરે છે. વીડિયોમાં બંનેએ એકબીજાની સારી અને ખરાબ બાબતો પણ જણાવી. વીડિયોમાં લુબના અને ઓમરે એકબીજા માટે ગીત પણ ગાયું હતું. ઓમર અને લુબનાએ હિન્દી ફિલ્મ ‘જુર્મ’, ‘જબ કોઈ બાત બિગડ જાએ, જબ કોઈ મુશ્કિલ પડ જાયે, તુમ દેના સાથ મેરા…’ એકબીજાને સમર્પિત કર્યું હતું.

એકવાર તેણે ઓમરને પૂછ્યું કે તને નથી લાગતું કે આ લગ્ન કરીને તેં માતા-પિતાને દુઃખ પહોંચાડ્યું છે? આ સવાલના જવાબમાં ઓમરે કહ્યું, ‘જ્યારે માતા-પિતા મિયાં-બીબી વચ્ચે આવે છે, ત્યારે ઘણી વખત વસ્તુઓ સંભાળી શકતી નથી, તેઓ મારા ફરીથી લગ્ન કરવા માંગતા હતા. આ જ કારણ હતું કે તેણે ગુજરાનવાલા છોડીને અહીં (ફૈસલાબાદ) રહેવાનું શરૂ કર્યું.

ઓમરે કહ્યું “હું નહોતો ઇચ્છતો કે માતા-પિતાનું દિલ દુભાય અને ન તો હું પત્નીને મુશ્કેલીમાં જોવા માંગતો હતો. તેથી જ હું અલગ રહેવા લાગ્યો. લુબના અને ઓમર એક YouTube ચેનલ પણ ચલાવે છે, જ્યાં તેઓ તેમના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરે છે. ચાર બાળકો સાથેનો સંબંધ કેવો છે? શું તેણે તમને સ્વીકાર્યા?

આ સવાલ પર ઓમર કહે છે – બાળકોએ પિતાનો સંબંધ જોયો ન હતો. પહેલા લગ્ન પછી પણ લુબના તેના પિયર જ રહેતી હતી, તેથી બાળકોને પિતાની કમી અનુભવાતી હતી. ઓમરે કહ્યું કે તેણે તમામ ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ, અમે અમારા લગ્ન જીવનથી ખૂબ જ ખુશ છીએ.

Niraj Patel