દુબઈમાં મિકેનિકલ એન્જિનિયરનું કામ કરતા હતા “તારક મહેતા”ના ભીડે ભાઈ, અભિનેતા બનવા માટે કર્યું હતું આ કામ, જુઓ કેવી રીતે પહોંચ્યા TMKOCમાં

ટીવીનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરની પહેલી પસંદ છે. આ શોની અંદર ઘણા બધા પાત્રો બદલાઈ ગયા છે અને નવા પાત્રોએ પણ એન્ટ્રી લઇ લીધી છે. ઘણા નવા પાત્રોને દર્શકોએ સ્વીકારી પણ લીધા છે. હાલમાં જ મહેતા સાહેબનું પાત્ર પણ રિપ્લેસ કરવામાં આવ્યું. પરંતુ કેટલાક પાત્રો એવા પણ છે જે વર્ષોથી આ શો સાથે જોડાયેલા છે. જેમાંથી એક છે ગોકુલધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી આત્મરામ તુકારામ ભીડે ઉર્ફે ભીડે માસ્તરનું  પાત્ર નિભાવી રહેલા મંદાર ચંદવાકર.

મંદાર ચંદવાકરે ઘણી હિન્દી અને મરાઠી સિરિયલોમાં પણ કામ કર્યું હતું પરંતુ તેમને તેમની અસલી ઓળખ SAB ટીવીના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી મળી હતી. રિયલ લાઈફમાં પણ મંદારની ઓળખ ભીડે તરીકે થઈ છે. મંદારે બીબીસી હિન્દીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘છેલ્લા 10 વર્ષમાં મારી ઓળખ માસ્ટર ભીડે તરીકે થઈ છે.’ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલે મારું બીજું નામ આપ્યું છે, 2008માં મારું બીજું નામ આત્મારામ તુકારામ ભીડે હતું અને લોકો મને આ નામથી ઓળખે છે.

માસ્ટર ભિડે ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’માં સોસાયટીના સેક્રેટરી છે. વાસ્તવિક જીવનમાં પણ મંદારને સોસાયટીના સેક્રેટરી બનવાની ઓફર મળી છે. આટલું જ નહીં, સમાજના લોકો તેમને બાળકોને ટ્યુશન ભણાવવાની ઓફર પણ કરે છે. ટીવી સ્ક્રીન પર આવતા પહેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ભિડેએ દુબઈમાં ત્રણ વર્ષ સુધી મિકેનિકલ એન્જિનિયરિંગની નોકરી પણ કરી છે.

મંદારે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘નાનપણથી જ મને થિયેટરનો શોખ હતો. મેં સાતત્ય સાથે મારા જુસ્સાને અનુસર્યો અને પછી તે બધું ફળમાં આવ્યું. માત્ર નાના પડદા જ નહીં, મંદારે મરાઠી ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે. તારક મહેતામાં એક એક રૂપિયાનો હિસાબ કરનારા આત્મારામ પોતાના અસલ જીવનમાં કરોડોના માલિક છે. એટલું જ નહિ તે અલગ અલગ ઘણા એવોર્ડ શોની અંદર પોતાના અભિનયનો જાદુ વિખેરે છે અને તેમને ઘણા મરાઠી શો પણ કર્યા છે.

એક ખ્યાતનામ ન્યુઝ મીડિયાના જણાવ્યા પ્રમાણે મંદાર 20 કરોડની સંપત્તિના માલિક છે. મંદાર “તારક મહેતા”ના એક એપિસોડ માટે 80 હજાર રૂપિયા જેટલી ફી લે છે. આ ઉપરાંત મંદાર ઘણા એવોર્ડ સમારંભમાં પણ પોતાના અભિનયનો જલાવો બતાવે છે. તે ઘણી જ લક્ઝુરિયસ કારનો પણ માલિક છે.

મંદારનો જન્મ 27 જુલાઈ 1976ના રોજ થયો હતો. અભિનયમાં આવતા પહેલા તે દુબઈમાં નોકરી કરતો હતો. મંદાર પેહલા મેકેનિક ઈજનેર હતો. તેને વર્ષ 1997થી 2000 દરમિયાન નોકરી પણ કરી. આજે તારક મહેતા શોના કારણે મંદારને એટલી બધી પ્રસિદ્ધિ મળી ગઈ છે કે તે આજે ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુક્યો છે.

Niraj Patel