પોતાના પપ્પાનું સપનું પૂર્ણ કરવા માટે આ દીકરી બની IPS ઓફિસર, સફળતાની કહાની છે ખુબ જ પ્રેરણાદાયક, જુઓ

સિવિલ સર્વિસમાં જવાનું સપનું દેશના લાખો યુવાનો જોતા હોય છે. પરંતુ યુપીએસસીની પરીક્ષા પાસ કરવી ખુબ જ કઠિન હોય છે. ઘણા લોકોના આ સપના પૂર્ણ પણ થાય છે અને તે આઈએએસ કે આઇપીએસ પણ બનતા હોય છે અને આવા લોકોની જયારે મહેનતની કહાની સામે આવે છે ત્યારે અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયો બનતી હોય છે. આવી જ કહાની છે લકી ચૌહાણની, જેનું જીવન નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવાના સંકલ્પથી ભરેલું છે અને જે માત્ર એક સ્વપ્નને કારણે IPS ઓફિસર બની.

લકી ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાની વતની છે અને તેનો જન્મ ખુર્જામાં થયો હતો. તેમના પિતા રોહતાસ સિંહ ચૌહાણ પ્રોપર્ટી ડીલર છે અને માતા સુમન લતા શિક્ષિકા છે. લકીના પિતાના કહેવા પ્રમાણે, તે હંમેશા અભ્યાસમાં સારી હતી. તેણે વિજ્ઞાન પ્રવાહમાં 12મું અને પછી અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

લકી તેના બાળપણના દિવસોને યાદ કરે છે અને કહે છે કે લકી નર્સરી ક્લાસમાં હતી જ્યારે તેણે સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યું હતું. શહેરના ડીએમ અને એસપી દ્વારા તેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તે સમયે તેના પિતાએ તેને કહ્યું હતું કે “તારે પણ ભણી ગણી અને ભવિષ્યમાં આવા ઓફિસર બનવાનું છે.”

પિતા દ્વારા આપવામાં આવેલી સલાહ હંમેશા તેના મગજમાં રહેતી અને જ્યારે પણ કોઈ તેને તેના સપના વિશે પૂછે ત્યારે તે તેના પિતાએ જે કહ્યું હતું તેનો જવાબ આપતી. લકીએ 12માં સાયન્સ પસંદ કર્યું. આ પછી તેણે અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યું. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી, લકીએ આસિસ્ટન્ટ વેલ્ફેર એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

લકીનું સપનું આઈપીએસ ઓફિસર બનવાનું હતું. તેથી, તેણે UPSC પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. લકીએ સરકારી નોકરીની સાથે UPSC પરીક્ષાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. તેણે સખત મહેનત કરી અને અંતે ત્રણ વર્ષની મહેનત પછી પસંદગી પામી. લકીએ વર્ષ 2012માં ઓલ ઈન્ડિયા રેન્ક 246 હાંસલ કર્યો અને આઈપીએસ ઓફિસર બની.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા લકીને તેની તાલીમ દરમિયાનના પ્રદર્શનના આધારે ત્રિપુરા કેડર આપવામાં આવ્યો હતો. તેણીએ અત્યાર સુધીમાં રાજ્યમાં ઘણા મહત્વના હોદ્દા પર સેવા આપી છે. તેઓ હાલમાં ત્રિપુરાના ગોમતી જિલ્લાના ઉદયપુરના એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

Niraj Patel