મોડેલિંગની દુનિયામાં ઝંડા રોપી ચુકેલી આ મોડેલ હવે છે ચા વેચવા માટે મજબુર, ટપરીનું નામ રાખ્યું, “મોડલ ચા વાળી”, જુઓ તસવીરો

જિંદગી પણ હંમેશા અલગ અલગ ખેલ બતાવતી રહે છે, ક્યારેક તે સફળતાની ટોચ ઉપર પહોચાવી દે તો ક્યારેક ધડામ દઈને નીચે પણ પાડી દે છે. કોનો સિક્કો ક્યારે ચાલે કઈ કહેવાય નહિ, ઘણા લોકોને તમે રંકમાંથી રાજા અને રાજમાંથી રંક બની જતા જોયા હશે. કોરોનામાં પણ ઘણા લોકોના નોકરી ધંધા છીનવાઈ ગયા તો ઘણા લોકોની નોકરી છૂટી જતા કોઈ સ્ટાર્ટઅપ કર્યું અને આજે લાખોની કમાણી કરતા હોવાના પણ પુરાવા મળી રહ્યા છે.

આજે અમે તમને એક એવી જ મોડલની કહાની જણાવવાના છીએ જે એક સમયે ‘મિસ ગોરખપુર’ હતી, તેણે મોડલિંગ છોડીને ચા વેચવાનું શરૂ કર્યું છે. યુવતીનું નામ સિમરન ગુપ્તા છે અને તે ગોરખપુર ચોકડી પર ચા વેચે છે. જે પણ આ છોકરી વિશે સાંભળે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. મોટાભાગના લોકો જાણવા માંગે છે કે જે છોકરી મિસ ગોરખપુર હતી તે હવે ચાની ટપરી કેમ ચલાવી રહી છે.

હકીકતમાં આ છોકરી એમબીએ ચાવાળા પ્રફુલ બિલોર અને પટનાની ગ્રેજ્યુએટ ચાવાળી પ્રિયંકા ગુપ્તાને જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ હતી. આ પછી યુવતીએ મોડલિંગ છોડીને ચા વેચવાનું શરૂ કર્યું. ગોરખપુર ચોકમાં તમને ‘મોડલ ચાયવાલી’ નામની ચાની દુકાન જોવા મળશે. અહીં ચા વેચનાર સિમરન ગુપ્તા એક સમયે મોડલિંગ કરતી હતી.

સિમરન ગુપ્તાએ પોતાનું મોડલિંગ કરિયર છોડીને ચા વેચવાનું શરૂ કર્યું અને આજે તેની દુકાન ડઝનબંધ લોકોની ભીડથી ભરેલી છે. ચા વેચતી સિમરન ગુપ્તાના ઘણા વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ‘મિસ ગોરખપુર’ રહી ચૂકેલી સિમરન ગુપ્તાએ પણ પોતાની ચા વેચવાનું કારણ આપ્યું છે.

સિમરને જણાવ્યું કે તે વર્ષ 2018માં મિસ ગોરખપુર બની હતી. તે મોડલિંગની દુનિયામાં સારું કામ કરી રહી હતી, પરંતુ કોરોના આવ્યા બાદ તેણે મોડલિંગ છોડવું પડ્યું. આ પછી, તેણે MBA ચાવાળા પ્રફુલ બિલ્લોર અને ગ્રેજ્યુએટ ચાવાળી પ્રિયંકા ગુપ્તાના પ્રભાવ હેઠળ ચાની દુકાન ખોલી. સિમરન કહે છે કે તેના ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by FoodiE juncTion (@freekyfoods)

દુકાનનું નામ ‘મોડલ ચાયવાલી’ કેમ રાખ્યું? આ સવાલના જવાબમાં તેનું કહેવું છે કે દુકાનના નામ સાથે તેમનો વ્યવસાય પણ જોડવામાં આવ્યો છે. આ કારણોસર તેણે તેની દુકાનનું નામ આ રાખ્યું છે. સિમરને કહ્યું કે જ્યારે પ્રિયંકા ગુપ્તા અને પ્રફુલ્લ બિલોર ચા વેચી શકે છે તો તે પણ કરી શકે છે. સિમરનને એક અપંગ ભાઈ છે. સિમરન એક જગ્યાએ કામ કરતી હતી, પરંતુ તેનો પગાર ઘણા મહિનાઓથી અટકી પડ્યો હતો. તેથી તેણે પોતાનું કામ કરવાનું વિચાર્યું. સિમરનના પિતા પણ દીકરીના કામથી ઘણા ખુશ છે.

Niraj Patel