વાહ ગુજરાતી વાહ ! અનંત અને રાધિકાના સપ્તપદીમાં મર્ચન્ટ પરિવારે આપ્યું ગાયોનું દાન, મંડપ સુધી લાવવામાં આવી સજાવેલી ગાયો, જુઓ વીડિયો

રાધિકાના મંડળ ફેરામાં આપ્યું સાચી ગાયોનું દાન, ખુબ જ ખુશ દેખાતા હતા અનંત અને રાધિકા, મંડપની અંદરનો વીડિયો આવ્યો સામે, જુઓ

Anant Ambani Wedding Video : દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ 12 જુલાઈના રોજ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સાત ફેરા લીધા હતા. બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે આ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહ્યા છે.

અનંતના લગ્નમાં વરઘોડાના ઘણા વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યા છે. લગ્નના વરઘોડામાં અંબાણી પરિવાર સાથે ઘણા સ્ટાર્સ જોરશોરથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તે જ સમયે, હવે ગ્રાન્ડ વેડિંગ મંડપનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયો સ્વામી કૈલાશાનંદ ગિરીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં મંડપનો ભવ્ય નજારો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ટૂંકી ક્લિપમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેતા જોવા મળે છે. તે જ સમયે, પરિવારના અન્ય સભ્યો પણ મંડપમાં હાજર છે. વીડિયોના અંતમાં અનંત પણ સ્વામી કૈલાશાનંદ ગિરી પાસેથી આશીર્વાદ લેતા જોવા મળે છે.

વીડિયો શેર કરતી વખતે, તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેપ્શન લખવામાં આવ્યું હતું કે, “આજે મુંબઈમાં, મુકેશ અંબાણીજીની વિશેષ વિનંતી પર, તેમના પુત્રના લગ્ન સમારંભમાં પરમ પૂજ્ય નિરંજન પીઠાધીશ્વર શ્રી શ્રી 1008 આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરીજી મહારાજજી એ કન્યા અને વરરાજાને રૂદ્રાક્ષની માળા પહેરાવીને આશીર્વાદ આપ્યા.

વીડિયો એ સમયનો છે જ્યારે સાત ફેરા ચાલી રહ્યા હતા. આપણા ધર્મમાં પહેલા મંગળ ફેરામાં ગાયોનું દાન આપવાનો મહિમા છે, જે અંબાણીના લગ્નમાં સિદ્ધ થતો જોવા મળ્યો, વીડિયોમાં લગ્નમંડપ આગળથી બે પુંગનુર ગાયો પણ જોવા મળી હતી. આજે લોકો સોના/ચાંદીની ગાયોના દાન આપે છે, જયારે મર્ચન્ટ પરિવારે સાચી ગાયોનું દાન આપીને દિલ જીતી લીધા હતા.

વીડિયોમાં મંડપનો ભવ્ય નજારો ને અનંત-રાધિકા ફેરા ફરતા જોવા મળ્યા હતા. લગ્નમંડપમાં પરિવારના સભ્યો પણ જોવા મળે છે. વીડિયોમાં છેલ્લે અનંત સ્વામી કૈલાશાનંદ ગિરી આશીર્વાદ આપવા આવે છે. તેઓ જ્યારે લગ્નસ્થળે આવે છે ત્યારે રમેશ ઓઝા, બાબા રામદેવ તરત જ ઊભા થઈને તેમને આવકારે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel