અનંત અને રાધિકાના લગ્નમાં તેમના ડોગીએ જીતી લીધા દિલ, મેચિંગ શેરવાની પહેરીને મંડપમાં બેસીને બન્યો અનંતના લગ્નનો સાક્ષી

અનંતની સગાઈમાં જે ડોગ રિંગ લઈને આવ્યું હતું એ ડોગ હવે લગ્નમાં પણ ચાર ચાંદ લગાવતું જોવા મળ્યું, ઈશાની દીકરી પણ પ્રેમ વરસાવતી જોવા મળી, જુઓ વીડિયો

Dog at Anantha-Radhika’s wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 12 જુલાઈના રોજ એક ભવ્ય સ્ટાર સ્ટડેડ સમારોહમાં લગ્ન કર્યા. એક તરફ કપલનો ક્યૂટ ડાન્સ, લગ્નમાં આવેલા મહેમાનોના દિલ ચોરનાર ડાન્સ અને લગ્ન સાથે જોડાયેલી અન્ય તમામ નાની-મોટી વિગતો સામે આવી રહી છે. બીજી એક ખૂબ જ સુંદર અને મનોહર વસ્તુ છે જેણે આપણા બધાનું ધ્યાન ખેંચ્યું.

વાસ્તવમાં, આ બીજું કોઈ નહીં પણ અનંત અંબાણીના પાલતુ શ્વાન છે જેણે પોતાની ક્યુટનેસથી લાઇમ લાઈટ ચોરી લીધી હતી. અનંત પાસે હેપ્પી નામનું ગોલ્ડન રીટ્રીવર છે અને તેને તે ખૂબ જ ગમે છે. આ શ્વાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોલ્ડન રિટ્રીવર લાલ રંગની પ્રિન્ટેડ શેરવાની પહેરેલો જોવા મળે છે.

વાસ્તવમાં, આ એ જ રિંગ બેરર છે જે અનંત અને રાધિકા માટે તેમની સગાઈ સમારોહમાં વીંટી લઈને આવ્યો હતો. ઈશા અંબાણીની દીકરી આદ્યશક્તિ પણ તેના પિતા પાસે હેપ્પી પાસે જવાનો આગ્રહ રાખે છે. ડોગીના આ ક્યૂટ વીડિયોએ બધાના દિલ જીતી લીધા છે. વીડિયોમાં શ્વાન સોફા પાછળ આરામથી બેઠો છે. નજીકમાં નીતા અંબાણી ઉભા છે અને આકાશ અંબાણી સોફા પર બેઠા છે. સામે લગ્નનું ફંક્શન ચાલી રહ્યું છે.

લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મોસ્ટ સેલિબ્રિટી ગેસ્ટ.’ અન્ય યુઝરે લખ્યું – ‘આ આખા લગ્નનો શો ટોપર છે.’ વરમાળા પહેર્યા પછી, અનંત અને રાધિકાએ એકબીજાને વચન આપ્યું. રાધિકાએ કહ્યું, “આપણું ઘર માત્ર એક સ્થળ નહીં હોય, તે આપણા પ્રેમ અને એકતાની લાગણી હશે. અને તે અમે જ્યાં છીએ ત્યાં જ હશે ઘર માત્ર એક સ્થળ નહીં હોય પરંતુ તે પ્રેમની લાગણી હશે, પછી ભલે આપણે ગમે ત્યાં હોઈએ.”

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel
error: Unable To Copy Protected Content!