નેહા કક્કરે પોતાની ગાયકીથી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. તે અવાર નવાર તેના ગીતોને કારણે ચર્ચામાં રહે છે. રિમિક્સ ગીતોમાં પોતાના અવાજનો જાદુ ચલાવનારી નેહા કક્કર હાલમાં જ તેના નવા ગીત ‘ઓ સજના’ માટે ઘણી ટ્રોલ થઈ રહી છે. નેહાનું આ નવું ગીત 90ના દાયકાના પ્રખ્યાત ગીત ‘મૈંને પાયલ હૈ છનકાઈ’નું રિમિક્સ વર્ઝન છે. આ ગીત રિલીઝ થયા બાદથી નેહા કક્કડનો સોશિયલ મીડિયા પર સતત વિરોધ થઈ રહ્યો છે. નેટીઝન્સ તેને ખરાબ રીતે ફટકાર લગાવી રહ્યા છે. ફાલ્ગુની પાઠક દેશની પ્રતિષ્ઠિત ગાયિકાઓમાંની એક છે.
તેણે પોતાના સુરીલા અવાજથી ચાહકોના દિલોને સ્પર્શી લીધા છે. તેને પ્રેમથી ‘દાંડિયા ક્વીન’ પણ કહેવામાં આવે છે. જ્યારે ફાલ્ગુની તેના નવા ગીતને લઈને ઉત્સાહિત છે, ત્યારે તેના જૂના ગીતોમાંથી એક ‘મૈંને પાયલ હૈ છનકાઈ’ નેહા કક્કરે રિક્રિએટ કર્યું છે. આ રિમેક સોંગમાં પ્રિયંક શર્મા, ધનશ્રી વર્મા અને નેહા જોવા મળી રહ્યા છે. નેહા કક્કર આ ગીતને લઇને લોકોના નિશાના હેઠળ આવી છે. ‘મૈંને પાયલ હૈ છનકાઈ’ ગીત ગાનાર ફાલ્ગુની પાઠકે ઈન્સ્ટાગ્રામ પર રિમિક્સ અંગે પ્રતિક્રિયા આપી છે.
વાસ્તવમાં, ફાલ્ગુની પાઠકે તેની ઇન્સ્ટા સ્ટોરી પર સોશિયલ મીડિયા યુઝર્સના સ્ક્રીનશૉટ્સ શેર કરીને નેહા પર નિશાન સાધ્યું હતું. શેર કરેલી સ્ટોરીમાં, એક યુઝરે નેહાની ક્લાસ લેતા લખ્યું, ‘તેની પાસે જે વસ્તુઓ છે તેનાથી પૈસા કમાવવાને બદલે તેણે પોતાના મન અને કળાનો ઉપયોગ કરવો જોઈએ.’ બીજી સ્ટોરીમાં લખ્યું હતું કે, ‘આપણી બાળપણની યાદો આ રીતે બરબાદ થઈ રહી છે.’ આ રિમેક સોંગ જોયા બાદ ફાલ્ગુનીના ફેન ક્લબથી લઈને સામાન્ય લોકો સુધી દરેક લોકો ખૂબ જ દુખી છે. દર્શકો નેહાથી ખૂબ નારાજ થઈ ગયા છે.
90ના દશકના આ હિટ ક્લાસિક ગીતને બરબાદ કરવા બદલ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.અહેવાલો અનુસાર, ફાલ્ગુની પાસે ગીતના કાયદાકીય અધિકારો નથી, જેના કારણે તે નેહા પર કેસ કરી શકતી નથી.એક યુઝરે લખ્યું ફાલ્ગુની પાઠકે નેહા કક્કર પર કાર્યવાહી કરવી જોઈએ. નેહા કક્કરે જે રીતે અમારા મનપસંદ ગીતને બગાડ્યું છે તેની પણ એક મર્યાદા છે.“ISstandWithFalguniBen” સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે.
એક યુઝરે Reddit પર લખ્યું કે, “‘યે સારે ફસાદ કી જાડ ટી સિરીઝ હૈ” અન્ય એક યુઝરે લખ્યું, “નેહા કક્કર, તમે આ ગીતને જે રીતે બગાડ્યું છે તે ખોટું છે. આખા ગીતોની યાદીમાં આ એકમાત્ર ગીત હતું, જે મારું ફેવરિટ હતું, તમે તેને પણ બગાડ્યું.” હિન્દી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જે રીતે જૂના ગીતોના રિમિક્સ બનાવવામાં આવી રહ્યા છે, તેના કારણે ચાહકો ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે. આ ગીતમાં પ્રિયંક શર્મા અને ધનશ્રી વર્મા જોવા મળ્યા છે.
View this post on Instagram
ફેન્સે તેમના વિશે ખરાબ કમેન્ટ્સ પણ કરી છે. આ સાથે બંનેને ઓવરએક્ટિંગની દુકાન સુધી પણ કહેવામાં આવ્યું છે. દરેક લોકો ફાલ્ગુની પાઠકને નેહા કક્કર વિરુદ્ધ કાર્યવાહી કરવાની સલાહ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મૂળ ગીત વર્ષ 1999માં રિલીઝ થયું હતું. તે તે સમયની બ્લોકબસ્ટર હિટ હતી.