દેશભરમાં લગાવવામાં આવેલા અચાનક લોકડાઉનના કારણે ઘણા લોકો ફસાઈ ગયા છે. બીજા રાજ્યમાંથી આવેલા શ્રમિકો રોડ ઉપર ઉતરી આવેલા દૃશ્યો તો આપણે જોયા જ છે પરંતુ ગુજરાતમાં જ એક જિલ્લાના લોકો પણ બીજા જિલ્લામાં ફસાઈ ગયા હોય તેવા પણ ઘણા લોકો છે. ત્યારે એ લોકોને હવે પોતાના જિલ્લામાં જવા માટેની પણ રૂપાણી સરકારે વ્યવસ્થા કરી છે. ગુરુવારથી હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પણ જઈ શકાશે એવો નિર્ણય રૂપાણી સરકારે કર્યો છે.

સુરતની અંદર સૌરાષ્ટ્રમાંથી આવેલા ઘણા રત્નકલાકારો અટવાઈ ગયા છે, લોકડાઉનના કારણે કામ ધંધા પણ બંધ થઇ ગયા હોવાના કારણે તેઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, અને પોતાના વતનમાં પાછા જવા માંટેની માંગણી કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કેટલીક શરતો અને ચકાસણી બાદ તે લોકોને વતન જવાની છૂટ આપી છે.

આ બાબતે મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે: “આજ રોજ મારી, મંત્રી કુમાર કાનાણી, જિલ્લા કલેક્ટર, તેમજ ગાંધીનગરથી નિમણૂક થયેલા અધિકારી મહેન્દ્ર પટેલ વચ્ચે એક બેઠક થઈ હતી. આ બેઠક બાદ એવો નિર્ણય લેવાયો છે કે જે રીતે પરપ્રાંતીય મજૂરોને તેમના વતન જવાની છૂટ આપવામાં આવી છે તેવી જ રીતે ગુજરાતમાં આંતર જિલ્લામાં જવાની છૂટ આપવામાં આવશે. આ માટે બુધવારથી જે તે જિલ્લા કલેક્ટર નોંધણી શરૂ કરશે. શરૂઆતના તબક્કામાં ફક્ત ખાનગી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે વધારે વિગત કલેક્ટર તરફથી બહાર પાડવામાં આવશે.” સુરતથી ઓલપાડ, અંકલેશ્વર અને જંબુસરના રસ્તે સૌરાષ્ટ્ર જઈ શકાશ ..શકાશે. આવતીકાલથી તેના માટે રજિસ્ટ્રેશન શરુ કરાશે અને ત્યારબાદ મંજૂરી આપવાનું શરુ કરાશે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.