મનોરંજન

રિયા ચક્રવર્તીના પહેલા કાનૂની પકડમાં ફસાઈ ચુક્યા છે આ 9 બૉલીવુડ સિતારાઓ, 4 નંબર તો નીકળ્યો બળાત્કારી

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી પૂરું બૉલીવુડ ચોંકી ગયું છે. એક પછી એક આ મામલામાં લગાતાર ચોંકવાનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુશાંતના પિતા કે કે સિંહે સુશાંતની કથિત પ્રેમિકા રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર ઘણા આરોપ લગાવીને પટનામાં એફઆઈઆર દર્જ કરાવી. ચમકતી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની પાછળ અમુક ચેહરાઓ એવા પણ છે જેઓ એક સમયે કોઈને કોઈ કાનૂની જુર્મમાં ફસાઈ ચુક્યા છે, આવો તો જણાવીએ આવા કલાકરો વિશે જેઓના પર આવા કાનૂની આરોપો લાગી ચુક્યા છે.

Image Source

1. રિયા ચક્રવર્તી:
સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે રિયા વિરુદ્ધ પટના પોલીસ થાણેમાં એફઆઈઆર દર્જ કરાવી છે. રિયા પર સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવાનો, માનિસક ત્રાસ, ધોખાઘડી જેવા ઘણા આરોપો સુશાંતના પિતાએ લગાવ્યા છે.

Image Source

2. મધુર ભંડારકર:
મૉડલ પ્રીતિ જૈનએ વર્ષ 2004 માં ફિલ્મ પ્રોડ્યુસર મધુર ભંડારકર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જેના પછી વર્ષ 2007 માં સેશન કોર્ટએ પ્રીતિ જૈનને મધુરને મારી નાખવાની માયાજાળની દોષી માનવામાં આવી હતી.

Image Source

3. સલમાન ખાન:
કાળા હરણનો શિકાર કરવાના મામલામાં સલમાન ખાન જેલની હવા ખાઈ ચુક્યા છે. આ સિવાય હિટ એન્ડ રન કેસમાં તેના પર મુકદ્દમો પણ ચાલી ચુક્યો છે.

Image Source

4. શાઈની આહુજા:
શાઈની આહુજા પર તેની કામવાળીએ બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના પછી શાઇનીને જેલ પણ જવું પડ્યું હતું.

Image Source

5. ગોવિંદા:
ગોવિંદાએ એક ચાહકને થપ્પડ મારી હતી. જેના પછી તે કાનૂની ચળવળમાં ફસાઈ ગયા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો જેના પછી ગોવિંદાને માનહાનીના આધાર પર 5 લાખ રૂપિયા પણ આપવા પડયા હતા.

Image Source

6. જીતેન્દ્ર:
60 ના દશકના શાનદાર અભિનેતા જીતેન્દ્ર પર પણ કાનૂની ચળવળ થઇ ચુકી છે. તેના ઉપર તેની જ પીત્રાઇએ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

Image Source

7. રાહુલ ભટ્ટ:
ફિલ્મ પ્રોડ્યુસર મહેશ ભટ્ટના દીકરા રાહુલ ભટ્ટ 26/11 હુમલાના સાજિશકર્તા ડેવિડ હેડલીના નજીકના વ્યક્તિ જણાવવામાં આવ્યા હતા. રાહુલને આ મામલામાં આતંકવાદ વિરોધી એજન્સીઓની શંકાનો સામનો કરવો પડ્યો હતો.

Image Source

8 સંજય દત્ત:
1993 બૉમ્બ ધમાકામાં અભિનેતા સંજય દત્તનું નામ સામે આવ્યું હતું. જેના આધારે સંજય દત્તને પણ જેલ જવું પડ્યું હતું.

Image Source

9. સૂરજ પંચોલી:
અભિનેત્રી જીયા ખાન આત્મહત્યા મામલામાં સૂરજ પંચોલીનું નામ સામે આવ્યું હતું, સૂરજ પર જીયાને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લાગ્યો હતો.