બાપના નામ પર આ 6 કરોડોપતિના બાળકોને સુપર મેગેઝીનમાં સીધો ચાન્સ મળી ગયો, 5 નંબર વાળી તો…
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બૉલીવુડ સ્ટાર કિડ્સનો જલવો શરૂઆતથી જ જોવા મળે છે. એવામાં ઇન્ડસ્ટ્રીના અમુક સ્ટાર્સ કિડ્સ એવા પણ છે જેઓ હજી ફિલ્મોમાં આવ્યા પણ નથી અને મેગેઝીન્સના કવર પેજ પર ચમકવાનો મૌકો મળ્યો. આવો તો તમને જણાવીએ આવા સ્ટાર કિડ્સ વિશે.
1. સારા અલી ખાન:

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને વર્ષ 2018 માં ફિલ્મ કેદારનાથથી સુશાંત સિંહ રાજપૂત સાથે ડેબ્યુ કર્યું હતું. જો કે તેની પહેલા પણ તે વર્ષ 2012 માં ઈશુ ના કવર પેજ પર જોવા મળી ચુકી છે જેમાં તેની માં અમૃતા સિંહ પણ જોવા મળી હતી.
2. સુહાના ખાન:

બોલીવુડના રોમાંસ કિંગ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનનો બોલીવુડમાં આવવાનો કોઈ જ ખુલાસો થયો નથી,પણ તેના ડેબ્યુંના પહેલા જ સુહાના મેગેઝીન્સ ઓગસ્ટ 2018 ઈશુના કવર પર જોવા મળી ચુકી છે. સુહાનાએ તેના માટે પ્રોફેશનલ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
3. અનન્યા પાંડે:

અભિનેતા ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડેએ વર્ષ 2019 માં આવેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર-2’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. અનન્યાની આ ફિલ્મ મૈં 2019 માં રીલિઝ થઇ હતી. પણ ફિલ્મ રિલીઝના પહેલા તેની પાસે એલે મેગેઝીન્સ કવરના ઓફર્સ આવી ગયા હતા અને તે એલેના એપ્રિલ 2019 ઈશુ કવર પર જોવા મળી હતી.
4. આલિયા ભટ્ટ:

બોલીવુડના ફેમસ ડાયરેક્ટર મહેશ ભટ્ટ અને સોની રાજદાનની દીકરી આલિયા ભટ્ટએ વર્ષ 2012 માં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ યોગ ધ ઈયર દ્વારા ડેબ્યુ કર્યું હતું. ઓક્ટોબરમાં રીલિઝ થયેલી આ ફિલ્મના પહેલા આલિયા વોગ મેગેઝીનના સપ્ટેમ્બર ઓડિશનના કવર પર જોવા મળી ચુકી હતી.
5.જ્હાન્વી કપૂર:

શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જ્હાન્વી કપૂરે વર્ષ 2018 માં આવેલી ફિલ્મ ધડક દ્વારા ડેબ્યુ કર્યું હતું પણ ડેબ્યુંના પહેલા તે વોગ ના જૂન 2018 ઈશુના કવર પેજ પર જોવા મળી ચુકી હતી. જો કે તેને ડેબ્યુ ફિલ્મ મહિના પછી રિલીઝ થઇ હતી.
6. ઈબ્રાહીમ અલી ખાન:

સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો દીકરો ઈબ્રાહીમ અલી ખાન આગળના વર્ષે હૈલો મેગેઝીનના ઓક્ટોબર ઓડિશનના કવર પેજ પર જોવા મળી ચુક્યા છે. જેમાં તેની સાથે તેની બહેન સારા અલી ખાન પણ જોવા મળી હતી.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.