મનોરંજન

લોકડાઉનનો અસલી હીરો સોનુ સુદ નથી મનાવતો પોતાનો જન્મ દિવસ, ખુબ જ ભાવનાત્મક છે કારણ

લોકડાઉનના કારણે દેશીની આર્થિક વ્ય્વસ્થાનેઘણું જ મોટું નુકશાન પહોંચ્યું, સાથે પ્રવાસી મજુરો અને રોજ બરોજ કમાઈને ખાનારા લોકોના માથે તો મોટી મુસીબત આવી ગઈ, તો બીજા રાજ્ય અને શહેરમાં રહેતા લોકો પોતાના વતન પહોંચવા માટે પણ હેરાન થવા લાગ્યા, આ સમયે બોલીવુડના અભિનેતા સોનુ સુદ તેમના માટે ભગવાન બનીને સામે આવ્યો તેને ઘણા મજૂરોને પોતાના ઘરે પહોંચાડ્યા અને હવે એ મજૂરો સોનુને ભગવાન માણવા લાગ્યા છે, પરંતુ સોનુના જીવન વિશે ઘણી બાબતો જાણવા મળી છે. તે ક્યારેય પોતાનો જન્મ દિવસ નથી ઉજવતો અને તેની પાછળ પણ  ભાવનાત્મક કારણ જોડાયેલું છે.

Image Source

સોનુનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ પંજાબના મોગામાં થયો હતો, સોનુની બે બહેનો પણ છે જેના નામ મોનીકા અને માલવિકા છે. જેમાંથી એકના લગ્ન પંજાબમાં થયા છે અને બીજી બહેન વિદેશમાં સેટ થઇ ગઈ છે. સોનની માતાનું અવસાન 2010માં,  2018માં દેહાંત પામ્યા. સોનુ ક્યારેય પોતાનો જન્મ દિવસ નથી ઉજવાતો તેના વિષે તેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

Image Source

સોનુએ એ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેની માતાના દેહાન્ત બાદ તેને જન્મ દિવસની ઉજવણી કરવાનું છોડી દીધું હતું, તે ક્યારેય બીજા અભિનેતાઓની જેમ પોતાના જન્મ દિવસની ઉજવણી નથી કરતો.

Image Source

સોનુએ 1996માં સોનાલી સાથે લગ્ન કર્યા હતા, સોનાલી લાઈમલાઈટથી ખુબ જ દૂર રહે છે. તે ક્યારેક કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સોનુ સાથે નજર આવે છે. સોનુને બે બાળકો પણ છે અયાન અને ઇશાંત.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.