મનોરંજન

મજૂરોને ઘરે પહોંચાડવાને લઈને સોનુ સૂદના રાજ્યપાલે પણ કર્યા વખાણ, કહી આ વાત

કોરોના વાયરસને કારણે કરવામાં આવેલા લોકડાઉનમાં સૌથી વધુ મુશ્કેલી ગરીબ અને મજૂરોને પડી રહી છે. ત્યારે બોલીવુડ અભિનેતા સોનુ સૂદ પ્રવાસી મજૂરોને ભોજન પહોંચાડવાથી લઈને તેમને સલામત રીતે તેમને વતન સુધી પહોંચાડવાની જવાબદારી પણ ઉઠાવી રહ્યા છે.

Image Source

ત્યારે દરેક વ્યક્તિ તેના આ કામની પ્રશંસા કરી રહ્યા છે. તાજેતરમાં જ સોનુ સૂદના આ કામની નોંધ લેતા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સોનુ સૂદની સાથે રાજભવનમાં મુલાકાત કરી હતી અને લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને તેમના વતન મોકલવા માટે મદદ કરી રહેલા ફિલ્મ અભિનેતા સોનુ સૂદની પીઠ થપથપાવી હતી.

Image Source

આ સાથે જ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ અભિનેતાને મદદ કરવા તમામ પ્રકારના ટેકો આપવાનું પણ કહ્યું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલના ટ્વિટર હેન્ડલ પર આ અંગે જાણકારી આપવામાં આવી.

મહારાષ્ટ્રના રાજ્યપાલના ટ્વિટર હેન્ડલ પર સોનુ સૂદ અને ભગતસિંહ કોશ્યારીની મુલાકાતની તસ્વીર શેર કરવામાં આવી અને સાથે જ લખ્યું – ‘ફિલ્મ સ્ટાર સોનુ સૂદે શનિવારે મુંબઇમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત કરી છે. અભિનેતાએ રાજ્યપાલને પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા અને તેમને ભોજન આપવાની માહિતી આપી. ભગતસિંહ કોશ્યારીએ સોનુ સૂદના આ સારા કાર્યની પ્રશંસા કરી અને તેમને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી.’

ત્યારે સોનુ સૂદના આ કામે માત્ર રાજ્યપાલનું જ નહિ પણ મહારાષ્ટ્રના મંત્રીનું પણ દિલ જીતી લીધું. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી જયંત પાટીલે પણ સોનુ સૂદના આ કામના વખાણ કરતા સોશિયલ મીડિયા પર લખ્યું – ‘સોનુ સૂદ એ પ્રવાસીઓ માટે બસની વ્યવસ્થા કરી રહયા છે જે પોતાના ઘરે જવા માંગે છે. એ જે રીતે પ્રવાસીઓની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઓન-સ્ક્રીન વિલન ખરેખર એક પ્રેરણાદાયક હીરો છે! ભગવાન તેને આશીર્વાદ આપે છે.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.