મનોરંજન

હોશ ઉડાવી દેશે ‘પાર્વતી’ નો રોલ કરનારી અભિનેત્રીની આ તસ્વીરો, ‘દેવો કે દેવ’ મહાદેવમાં માતાનો રોલ કરેલો

માતા ‘પાર્વતી’ નો રોલ નિભાવતી હિરોઈન અસલ જીવનમાં પહેરે છે બિકી, 7 PHOTOS જોઈને આખો અંજાઈ જશે

અભિનેત્રી સોનારિકા ભદૌરિયાને ટીવી ઈંડસ્ટ્રીની પાર્વતીના નામથી પણ ઓળખવામાં આવે છે. પોતાના અભિનયની સાથે સાથે સોનારિકા પોતાની સુંદરતાથી પણ દર્શકોનું દિલ જીતતી આવી છે. 3-ડિસેમ્બર,1992 ના રોજ જન્મેલી સોનારિકા 28 વર્ષની થઇ ચુકી છે.તેના જન્મદિવસના આ ખાસ મૌકા પર આજે આ તેમને તેના જીવનની અમુક ખાસ વાતો જણાવીશું.

Image Source

સોનારિકાએ વર્ષ 2011માં કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે પહેલી વાર ટીવી શો ‘તુમ દેના સાથ મેરામાં જોવા મળી હતી. શોમાં તે નકારાત્મક ભૂમિકામાં હતી. પણ સોનારિકાને સાચી ઓળખ અને નામના દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીના કિરદાર દ્વારા મળી હતી.

Image Source

સોનારિકા પૃથ્વી વલ્લભ-ઇતિહાસ ભી, રહસ્ય ભી અને ઇશ્ક મૈ મરજાવા જેવા શોમાં પણ જોવા મળી ચુકી છે. શોમાં સામાન્ય લુકમાં દેખાતી સોનારિકા અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને સ્ટાઈલિશ  છે. સોનારિકા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે.

Image Source

સોનારિકા સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વર્ષ 2015 માં તેણે સાઉથ ફિલ્મ Speedunnodu દ્વારા ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતુ, જેમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી, જેના પછી તે ફિલ્મ Eedo Rakam Aado Rakam માં પણ જોવા મળી હતી, આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

Image Source

અન્ય અભિનેત્રીઓની જેમ સોનારિકા પણ પોતાની Biki તસ્વીર પોસ્ટ કરવા પર ટ્રોલ થઇ હતી અને લોકોએ તેને ખુબ ખરીખોટી સંભળાવી હતી. લોકોનું કહેવું હતું કે તેણે શોમાં પાર્વતીનો રોલ કર્યો છે માટે તેણે બિBiki સ્વીર પોસ્ટ ન કરવી જોઈએ. જો કે તેના પર સોનારિકાએ કરારો જવાબ પણ આપ્યો હતો.

Image Source

પોતાની ફેશન સ્ટાઇલ પર વાત કરતા સોનારિકાએ કહ્યું હતું કે તે આજના સમયની છોકરી છે અને જેવી રીતે તે ટીવી શોમાં અલગ અલગ પ્રકારના રોલ નિભાવે છે તેવી જ રીતે તે વ્યક્તિગત જીવનમાં પણ અલગ અલગ પ્રકારના કપડાં પહેરવાનું પસંદ કરે છે.

Image Source

સોનારિકાની પહેલી બૉલીવુડ ફિલ્મ સાંસે હતી, જે એક હોરર ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા રજનીશ દુગ્ગલ પણ મુખ્ય કિરદારમાં હતા.