ફિલ્મી દુનિયા

ઘરમાં નવરી બેઠી સોનમે કપૂરે પૂછ્યું,”ભગવાન શુ કરું?” ટ્રોલર્સ બોલ્યા-એક્ટિંગ કરવાનું બંધ કરી દો અને…

બોલીવુડની સુંદર અદાકારા અને ફેશન ડિવા અભિનેત્રી સોનમ કપૂર તે અભિનેત્રીઓમાંની એક છે કે ફિલ્મો કરતા વધારે પોતાની આલીશાન લાઈફસ્ટાઇલને લીધે ઓળખવામાં આવે છે. સોનમ કપૂર જો કે અમુક જ ફિલ્મોમાં જોવા મળી છે અને કઈ ખાસ કલામ દેખાડી શકી ન હતી. જો કે અન્ય કારકિર્દીમાં તે ખુબ નામ અને કામિયાબી મેળવી રહી છે.

Image Source

જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી સોનમ પોતાના પતિ આનંદ આહુજા સાથે પોતાના દિલ્લી સ્થિત આલીશાન ઘરે જ છે. પોતાના ઘરે રહીને લગાતાર સોનમ ચાહકોને અપડેટ્સ આપતી રહે છે અને તસવીરો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ સોનમે સોશિયલ મડિયા પર પોતાની એવી જ એક તસ્વીર શેર કરી છે. જેના દ્વારા તે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે અને સાથે સાથે જ આલોચનાનો શિકાર પણ થઇ ગઈ.

Image Source

જો કે હંમેશાની જેમ જ સોનમની આ તસ્વીર પણ ખુબ જ સુંદર છે અને દર્શકો દ્વારા પસંદ પણ કરવામાં આવી રહી છે. પણ સોનમે તસ્વીરની સાથે આપેલા કેપશનથી થી તે ટ્રોલર્સનો શિકાર થઇ ગઈ.

Image Source

તસ્વીરમાં સોનમ પોતાના ઘરે સોફા પર બેઠેલી દેખાઈ રહી છે અને કેપશનમાં સોનમે લખ્યું કે,” હે ભગવાન શું કરું! સોનમના આવા કેપશનથી તેને લગાતાર આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.

Image Source

સોનમના આવા સવાલ પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એવામાં એક યુઝરે લખ્યું કે,”ટાઇલ્સ સાફ કરી લો, ઝાડુ-પોતા કરી લો,” જ્યારે બીજા એકે લખ્યું કે,”સોનમજી, તમારી પાસે તો ખુબ પૈસા છે, તો તમે તો ઘણું બધું કરી શકો તેમ છો તો થોડું દાન પણ કરી દો”..તો કોઈ કહી રહયા છે કે ‘એક્ટિંગ કરવાનું બંધ કરો”.જયારે બીજા એકે લખ્યું કે,”કૃપા કરીને આ લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી દો.”

Image Source

જો કે આ પહેલી વાર નથી કે સોનમને આવી આલોચનનો સામનો કરવો પડ્યો હોય, તેની પેહલા પણ તે ઘણીવાર ટ્રોલ થઇ ચુકી છે. અને ટ્રોલર્સને કરારો જવાબ પણ આપી ચુકી છે. જો કે ઘણા યુઝર્સ સોનમની આ તસ્વીરની પ્રશંસા પણ કરી રહ્યા છે. હાલ સોનમ આનંદ આહુજા સાથે દિલ્લી સ્થિત પોતાના આલીશાન આશીયાનામાં જ છે. તે માર્ચ મહિનામાં લંડનથી પરત આવી હતી જેના પછીથી તે ક્વોરેન્ટાઇન જ છે.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીયે તો સોનમ કપૂર છેલ્લી વાર ફિલ્મ ‘ધ જોયા ફેકટર’માં જોવા મળી હતી. જેમાં તેની સાથે દલકીર સલમાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જો કે ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. જયારે આનંદ આહુજા દિલ્લીના એક મોટા બીઝનેસમેન છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.