મનોરંજન

અરે બાપ રે! સોનમ કપૂર સાથે કેબ ડ્રાઈવરે કરી ન કરવાની હરકત, કહ્યું- હું ધ્રુજતી હતી…

બોલીવુડના અભિનેતા અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર હાલના દિવસોમાં બોલીવુડથી દૂર પોતાના પતિ આનંદ આહુજા સાથે સમય વિતાવી રહી છે. હાલના દિવસોમાં સોનમ પોતાના પતિ સાથે લંડનમાં છે. એવામાં સોનમે પોતાની સાથે લંડનમાં બનેલી એક ભયાવક ઘટના સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે.

Image Source

સોનમને લંડનમાં ઉબેર કૈબ ઉપીયોગ કરવાનો એક ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો હતો. ઘટના દરમિયાન સોનમ કપૂર ખુબ જ ડરી ગઈ હતી અને લોકોને જાગરૂક કરવા માટે પોતાનો આ અનુભવ શેર કર્યો છે.

Image Source

સોનમે કપૂરે પોતાના એકાઉન્ટ પર ટ્વીટ કરતા પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરતા લખ્યું કે.”હાઈ મિત્રો, લંડનમાં ઉબેર કૈબની સાથે મારે ખુબ જ ડરામણા અનુભવનો સામનો કરવો પડ્યો. હું આ ઘટના પછી અંદરથી પુરી રીતે ડરી ગઈ છું. પ્લીઝ, સાવધાન રહો. સૌથી સારું અને સુરક્ષિત એ છે કે તમે સ્થાનીય પબ્લિક ટ્રાન્સપોર્ટ કે સ્થાનીય કૈબ નો ઉપીયોગ કરો.”

સોનમના આવા ટ્વીટ પર એક યુઝરે લખ્યું કે આખરે સોનમની સાથે એવું તે લંડનમાં કૈબ ડ્રાઇવર સાથે શું બન્યું કે તે ગભરાઈ ગઈ છે? જવાબમાં સોનમે કહ્યું કે,”કૈબ ડ્રાઇવરની માનસિક સ્થિતિ ઠીક ન હતી અને તે વારંવાર મારા પર ગુસ્સેથી વાત કરતો હતો, અને સવારી ખતમ થતા થતા હું અંદરથી પુરી રીતે ડરી ગઈ હતી.”

જેના પછી સોનમે કૈબ કંપનીને પણ કહ્યું કે,”મૈં તમારી એપ પર ઘણીવાર ફરિયાદ કરવાની કોશિશ કરી પણ ફોન ડિસકનેક્ટ કરવાઆ આવ્યો. તમારે તમારી સિસ્ટમને અપડેટ કરવાની જરૂર છે, નુકસાન તો થઇ જ ચૂક્યું છે. હવે કરવા માટે કંઈપણ નથી બચ્યુ.” જો કે સોનમની ફરિયાદથી કૈબ ડ્રાઇવરે સોનમની માફી પણ માગી હતી.

Image Source

જો કે આ ઘટના પહેલા પણ સોનમને અન્ય એક ઘટનાનો પણ સામનો કરવો પડ્યો હતો. અમુક દિવસો પહેલા બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં સફર કરવાના સમયે સોનમનું બેગ ગાયબ થઇ ગયું હતું. સોનમે આ ઘટના વિશે ટ્વીટ પણ કર્યું હતું.

Image Source

સોનમે ટ્વીટમાં કહ્યું કે,”એક મહિનાની અંદર આ ત્રીજી વાર બન્યું છે, જ્યારે હું બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં સફર કરી રહી હતી અને મારું બેગ ગાયબ થઇ ગયું હતું. મને લાગે છે કે તેનાથી મને ઘણું શીખવા મળ્યું છે. હવે હું ક્યારેય પણ આ ફ્લાઈટમાં સફર નહીં કરું.” જો કે તેના પછી બ્રિટિશ એરવેઝના તરફથી કહેવામાં આવ્યું હતું કે તેની આ અસુવિધાથી તેઓને અફસોસ છે અને માફી માંગીએ છીએ.

Image Source

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો આગળના વર્ષે સોનમની બે ફિલ્મો રિલીઝ થઇ હતી. જેમાં એક ‘લડકી કો દેખા તો ઐસા લગા’ અને ‘જોયા ફેક્ટર’ છે. ફિલ્મો કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ