ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ આવી લકઝરીયસ લાઈફ જીવે છે? જુઓ ઘરની તસ્વીરો
90ના દાયકાના જાણીતા એક્ટર અને રાજકારણી શત્રુઘ્ન સિન્હાની દીકરી અને એક્ટ્રેસ સોનાક્ષી સિંહા માટે આ દિવાળી ખાસ રહી હતી. આમ તો બધા દિવાળીનો તહેવાર ખાસ રહેતો હોય છે પરંતુ સોનાક્ષી માટે આ તહેવાર વધુ જ સ્પેશિયલ રહ્યો હતો.

સોનાક્ષી માટે આ દિવાળી કેમ સ્પેશિયલ રહી તે પાછળનું કારણ અમે તમને જણાવીએ છીએ. સોનાક્ષીએ હાલમાં જ તેનું ઘર રીડીઝાઈન કરાવ્યું છે. સોનાક્ષીનું ઘર રીડીઝાઈન જાણીતા ડિઝાઈનર રૂપિન સૂચકએ કર્યું છે.

ઘરની ઇનસાઇડ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે સોનાક્ષીએ તેના ઘરનું ઇન્ટિરિયર કરાવ્યું છે.

સોનાક્ષીનું ઘર ભવ્ય લાગે છે. ઘરની સજાવટ પણ ખૂબ સારી રીતે કરવામાં આવી છે. ઇન્ટિરિયર ડિઝાઇનર રૂપીન સૂચકેએ સોનાક્ષીના ઘરના આ નવા લુક વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે ‘આ જગ્યા એકદમ નીટ અને ક્લીન છે. તેના ભૌમિતિક આકાર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

ઘરને ફરીથી ડિઝાઇન કરતી વખતે સોનાક્ષીના દૃષ્ટિકોણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને એક યુનિક રીતે ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. આખી જગ્યાનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

સોનાક્ષી સિંહા પણ તેના ઘરનો નવો લુક એન્જોય કરી રહી છે. તેણે વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરીને ખુશી વ્યક્ત કરી. સોનાક્ષીએ કહ્યું કે તેમને ખાતરી છે કે જેઓ પરિવાર સાથે રહ્યા છે તેઓએ સમજી ગયા હશે કે તે પોતાનું સ્થાન શોધી લીધું હતું.

અભિનેત્રીએ આગળ ખુલાસો કર્યો હતો કે તેની પાસે પોતાનો રૂમ હતો અને પ્રાઈવર્સી હતી. પરંતુ આખો ફ્લોર પહેલી વાર થઇ રહ્યો છે તે બહુ જ ખુશ છે.

એપાર્ટમેન્ટ વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે તેમના મગજમાં આ ચિત્ર સ્પષ્ટ છે અને રૂપીને તેને વાસ્તવિકતામાં ફેરવી દીધું છે. તે લોકડાઉનમાં ડિઝાઇન વિશે ખૂબ ચિંતિત હતી. હવે તેનું નવું મકાન તૈયાર થઈ ગયું છે. સોનાક્ષીને ઘરની અંદર પગ મૂકતાંની સાથે જ તેને લાગે છે કે તે લાંબા સમયથી અહીં રહે છે.
View this post on Instagram
રૂપીન સૂચકની વાત કરવામાં આવે તો તે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. આલિયા ભટ્ટની ઓફિસ પણ તેને ડિઝાઇન કરી હતી.