ધાર્મિક-દુનિયા

સોમનાથ મંદિરની હવામાં તરતી મૂર્તિનું અકબંધ રહસ્ય કેવી રીતે ખુલ્યું? વાંચો રોચક પ્રસંગ, વાંચીને હરહર મહાદેવ જરૂર કહેજો

શું તમને ખબર છે સોમનાથ મહાદેવના મંદિરની હવામાં તરતી મૂર્તિનું રહસ્ય? રસપ્રદ લેખ

ભારતના બાર જહિનદુ ધર્મના 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ સોમનાથમાં આવેલું છે જ્યાં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે જાય છે, આ તીર્થધામમાં ભક્તોને  અતૂટ શ્રદ્ધા રહેલી છે અને તેથી જ આ સ્થાનકનું મહત્વ પણ એટલું જ વિશાળ છે, સાથે આ મંદિરોનો ઇતિહાસ પણ ઘણો જ મહત્વપૂર્ણ છે, ઘણીવાર આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે, ઘણા મુસ્લિમ શાસકો દ્વારા આ મંદિરને તોડવામાં આવ્યું છતાં પણ આ મંદિરને ફરી પાછું ઉભું કરવામાં આવ્યું અને આજે વિશ્વભરમાં આ મંદિર પ્રસિદ્ધ છે, દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે.

Image Source

તો આજે એક એવા જ પ્રસંગ વિશે આપણે જાણીશું, એક સમયે સોમનાથ મંદિરમાં ભગવાન શિવજીની મૂર્તિ હવામાં લહેરાતી હતી, અને આ હવામાં તરતી મૂર્તિ જોવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા પરંતુ મંદિર ઉપર થયેલા આક્રમણ અને મુસ્લિમ શાસકોના મંદિર તોડવાના કારણે આ મૂર્તિનું રહસ્ય પણ ઉજાગર થઇ ગયું હતું.

Image Source

જયારે મહંમદ ગજનવીએ સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું ત્યારે તે પણ હવામાં તરતી આ મૂર્તિને જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો. તેને આ મૂર્તની ફરતે ભાલા મારી અને સત્ય તપાસવાની કોશિશ પણ કરી હતી છતાં પણ તેને કંઈ હાથ લાગ્યું નહિ અને છેવટે તેને જે કર્યું તેના કારણે લખો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પણ પહોંચી હતી.

Image Source

મહંમદ ગજનવીએ પોતાના સેવકોને આ હવામાં લટતકતી મૂર્તિનું રહસ્ય શોધવા માટેના આદેશ પણ આપ્યા છતાં પણ તેના સેવકોને પણ નિરાશ થવું પડ્યું હતું, તેને ભાલા મારી પોતે પણ તપાસ કરી તે છતાં પણ તેના હાથમાં કઈ ના લાગ્યું તેને એવી કોઈ વસ્તુ ના મળી જેના આધાર ઉપર એ મૂર્તિ હવામાં હતી.

Image Source

ગજનવીના એક ચાલાક સેવકે જણાવ્યું કે આ મૂર્તિને ખુબ જ ચાલાકીથી મુકવામાં આવી છે, આ મૂર્તિ લોખંડની છે અને મંદિરના ગુંબજમાં ચુંબક લગાવવામાં આવ્યા છે જેના કારણે તે હવામાં લહેરાઈ રહી છે. ગજનવીએ આ વાતનું પુષ્ટિ કરવા માટે મંદિરના ગુંબજ તોડવાનું શરૂ કર્યું ત્યારે એક તરફનો ગુંબજમાંથી પથ્થર કાઢવાનું શરૂ કરાવ્યું ત્યારે મૂર્તિ એક તરફ નમી અને પછી તો તેને મંદિરનો ગુંબજમાંથી બધા પથ્થર કાઢી નાખ્યા જેના કારણે મૂર્તિ જમીન ઉપર પડી હતી.

Image Source

મહંમદ ગજનવીએ આ રીતે સોમનાથ મંદિરને ધ્વંશ કરીને હવામાં લટકતી મૂર્તિનું રહસ્ય ખોલ્યું હતું. એ સમયે કુશળ કારીગર દ્વારા આધુનિક જમાનાને પણ માત આપે એ રીતની કારીગરી એ મૂર્તિમાં કરવામાં આવી હતી અને મંદિરના ગુંબજમાં ચુંબક લગાવી મૂર્તિને હવામાં લહેરાવવામાં આવી હતી, જે કારીગરી ખરેખર ચોંકાવનારી હતી.

Image Source

સોમનાથનું આ મંદિર એટલું ભવ્ય અને વૈભવશાળી હતું કે એ સમટે વિદેશી હુમલાખોરોએ મંદિરને અનેકવાર તોડ્યું પણ હતું, છતાં પણ આજે આ મંદિર એક નવી જ શોભા અને નવા જ વૈભવ સાથે આજે પણ અડીખમ ઉભું છે, લાખો શ્રદ્ધાળુઓ આજે પણ દર્શન કરવા માટે જાય છે, ખુદ સમુદ્ર દેવ પણ શિવજીની આરાધના કરવા માટે મંદિરની અંદર સુધી પ્રવેશે છે.