ખબર જાણવા જેવું

ગરમીમાં ચલાવો AC, આજીવન વીજળીનું બિલ નહિ આવે બસ આ છે એક ટ્રીક ..જાણી લો મહત્વની માહિતી

ગરમીની ઋતુમાં જો કોઈ ચીજથી રાહત મળે છે તો તે એર કંડીશનર(એસી) છે.એવામાં દરેક કોઈ ઈચ્છે છે કે તેઓ ઓફિસથી લઈને ઘર સુધી એસીની ઠંડકમાં જ પોતાની ગરમી વિતાવી દે. પણ સમસ્યા તો ત્યારે આવે છે જ્યારે એસીને લીધે વીજળીનું બિલ ખુબ વધી જાય છે. જેને લીધે ઘણા લોકો એસી લેવાનું પસંદ નથી કરતા. જો તમે પણ તે લોકોમાંના એક છે, અને એસીનો લુપ્ત ઉઠાવવા માગો છો પણ તેનાથી આવનારા વીજળીના બિલથી બચવા માંગો છો, તો સોલાર એસી તમારા માટે એક બેસ્ટ વિકલ્પ સાબીત થઇ શકે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના ઉપીયોગથી વીજળીના બિલ ભરવાની ઝંઝટથી બચી શકાશે.

Image Source

વર્ષ 2017 માં પણ એક કંપનીએ પહેલી હાઈબ્રીડ સોલાર એસી લોન્ચ કર્યુ હતું. જે 5 સ્ટારરઇટિંગ એસી છે. કંપનીનું માનવું છે કે એયર કંડીશનર પુરી રીતે હાઈબ્રીડ અને સોલાર એનર્જી પર ચાલે છે. એટલે કે આ એસીથી વીજળીનું બિલ નહિ આવે. એવામાં ગરમીના મોસમમાં આ એક બેસ્ટ વિકલ્પ છે.

સોલાર પ્લેટ થી મળે છે એનર્જી:

Image Source

કંપની આ એસીની સાથે સોલાર પૈનલ પ્લેટ અને ડીસીથી એસી કન્વર્ટર આપે છે.એટલે કે તેના માટે તમારે અલગથી પૈસા ખર્ચ કરવા નહીં પડે. આ પૈનલ કોઈપણ સંજોગે કામ કરશે અને તેનો મેન્ટેન્સન ખર્ચ પણ ખુબ જ ઓછો છે. કંપની એસીને બે અલગ અલગ કેપેસીટી માં લોન્ચ કરી છે. તેમાં 1 ટન અને 1.5 ટન એસી શામિલ છે.

બજારમાં એવી ઘણી કંપનીઓ છે જે સોલાર એસી ઉપલબ્ધ કરે છે. એસી માં સોલાર પ્લેટને એવી ખુલ્લી જગ્યાઓ પર રાખવામાં આવે છે જેના પર સૂર્યના કિરણો પડી શકે. આ સિવાય ડીસી બેટરી દ્વારા ઇલેક્ટ્રિક કરંટ ઉદ્દભવ કરે છે અને તેની મદદથી એસી કન્વર્ટર ના દ્વારા ઠંડી હવા મળે છે. આવી એસીનો મેન્ટેન્સ ખર્ચ પણ અન્ય એસીની તુલનામાં ખુબ ઓછો છે.

Image Source

એવામાં તમે વિચારી રહ્યા હશો કે આ એસીનો ઉપીયોગ ઇલેક્ટ્રિક એસીની તુલનામાં ઓછો શા માટે હોય છે?તેનું કારણ માત્ર એક જ વાર લાગનારી કિંમત છે. એક ટન સોલાર એસી માટે તમારે લગભગ 90 થી 1 લાખ રૂપિયા ખર્ચ કરવાના રહેશે. જો કે આ માત્ર એક જ વારનો ખર્ચો રહેશે,તેના પછી તમારે કોઈપણ જાતનો ખર્ચ કરવાની જરૂર નહીં પડે. જો ઇલેક્ટ્રિક એસીની તુલના સોલાર એસીથી કરીયે તો તેની એક ટનની કિંમત લગભગ 20 થી 40 હજાર રૂપિયા સુધી હોય છે. જો કે તેના પછી પણ વીજળીના બિલનો ખર્ચ આવે છે.

જણાવી દઈએ કે એસી તે જ સમયે કામ કરશે જ્યારે તડકો હશે. રાતે આ એસી કામ નહીં કરે પણ તેના માટે તમારે અલગથી બેટરી ખરીદવાની જરૂર પડશે જે પુરી રાત એસીને ચાલુ રાખશે. કંપનીનું કહેવું છે કે આટલા ખર્ચમાં તમે 25 થી 30 વર્ષ સુધી ફ્રી માં ઠંડી હવા લઇ શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks