પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાએ દેશભરમાં શોકની લહેર ફેલાવી હતી, તેના ચાહકો હજુ પણ આ દુઃખમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે મુસેવાલાના પિતા બલકૌર સિંહ તેમના પુત્રને યાદ કરીને જાહેરમાં રડ્યા હતા. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સિદ્ધુના પિતા અને માતાએ દીકરાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપતા જોઈ શકાય છે.
સિધ્ધુના પિતા બલકૌર સિંહે તેમના પ્રિય પુત્રનું તેમના હાથ પર ટેટૂ કરાવ્યું છે અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે. દિવંગત ગાયકના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવેલ એક વીડિયો ખુબ જ વાયરલ થયો છે, જેનાથી તેના લાખો ચાહકો સુપ્રસિદ્ધ ગાયકને યાદ કરતા ભાવુક થઈ ગયા છે.
પંજાબી ગાયકની ઘાતકી હત્યા બાદ લોકો તેને અલગ અલગ રીતે યાદ કરી રહ્યા છે. તેમના વાહનોને રંગવાથી લઈને તેમના ગીતો સંભળાવવા સુધી, ફિલ્મ બિરાદરીના સ્ટાર્સ પણ દિવંગત સ્ટાર માટે તેમનો પ્રેમ દર્શાવે છે. તાજેતરમાં મુસેવાલાના પિતા બલકૌર સિંહે સોશિયલ મીડિયા પર સિદ્ધુનો ચહેરો ટેટૂ કરાવતો વીડિયો શેર કર્યો હતો.
Sidhu moose wala’s father got his son s tattoo#SidhuMooseWala pic.twitter.com/IZYRV4bZVQ
— Amit Sahu (@amitsahujourno) July 28, 2022
સ્કેચ ઉપરાંત બલકૌર સિંહના હાથ પર ‘સર્વન પુટ’ (આજ્ઞાકારી પુત્ર) લખેલું પણ છે. સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌરે પણ તેના હાથ પર ‘સર્વન પુટ’ નામનું ટેટૂ કરાવ્યું હતું. મીડિયા રિપોર્ટ અંસુઅર માતા-પિતાએ એક કલાકાર દ્વારા ટેટૂ કરાવ્યું હતું જેણે સિદ્ધુ મુસેવાલાને પણ ટેટૂ કરાવ્યું હતું. જેમ જેમ વીડિયોને સોશિયલ મીડિયા પર પ્રેમ મળ્યો, ચાહકોએ માતા-પિતા માટે પ્રાર્થના કરતી વખતે તેમના વખાણ કર્યા.