ટીવીની જાણીતી એક્ટ્રેસ અને કસોટી જિંદગીકી સીરિયલમાં પ્રેરણાનો રોલ કરી ઘર-ઘરમાં જાણતી થઇ ગઈ હતી. એક સમયે ટીવીની સૌથી પોપ્યુલર વહુ તરીકે જાણીતી શ્વેતા તિવારી આજકાલ ફરી નાના પડદા પર પરત ફરી રહી છે. આજકાલ શ્વેતા તિવારી તેની અંગત જિંદગીમાં ઘણી પરેશાનીઓનો સામનો કરે છે. થોડા સમય પહેલા શ્વેતા તિવારીએ તેના બીજા પતિ અભિનવ કોહલી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
હાલમાં જ શ્વેતાએ એક ઇન્ટરવ્યૂમાં તેના લગ્નજીવન અંગે વાતચીત કરી હતી. તેના લગ્નજીવનની તુલના એક ઝહરીલા ઘાવ સાથે કરી હતી. શ્વેતાએ જણાવ્યું હતું કે, આ ઘાવમાંથી બહાર નીકળવું જરૂરી છે, સાચે હું અત્યારે બહુ ખુશ છું. શ્વેતા હાલમાં તેના આગામી શો ‘મેરે ડેડ કી દુલહન’ને લઈને ઘણી ખુશ છે.
શ્વેતાએ કહ્યું હતું કે, લોકો કહેતા હોય છે કે, બીજા લગ્ન કેવી રીતે ખોટા હોય શકે છે. હું એ લોકોને પૂછવા માંગુ છું કે તે ખોટા કેમ ના હોય શકે ? ઓછામાં ઓછું મને આ પરિસ્થિતિનો સામનો કરવાની અને સમસ્યા અંગે વાત કરવાની હિંમત તો છે. આજે હું જે કંઈ પણ કરી રહી છું તે મારા પરિવાર અને બાળકો ના સારા ભવિષ્ય માટે કરી રહી છું.
વધુમાં શ્વેતાએ કહ્યું હતું કે, અહીં ઘણા એવા લોકો છે લગ્ન બાદ પણ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ રાખતા હોય છે. મને લાગે છે કે હું એનાથી બહેતર છું. ઓછોમાં ઓછું મને આ કહેવાની હિંમત તો છે કે હું તારી સાથે રહેવા નથી માંગતી. હું એ મહિલાઓને સંદેશો આપવા માંગુ છું કે જે તેના વિવાહિત જીવનની પરેશાનીઓને લઈને વાત કરવામાં શરમ અનુભવે છે, કારણકે તેને ડર લાગે છે. તે દુઃખમાંથી પસાર થતી હોય છે જે ચુપચાપ બધું સહન કરતી રહે છે. સહન કરવાથી તે બાળકોને સારું જીવન નહીં આપી શકે. તેથી મહેરબાની કરીને મહિલાઓ કોઈ દુઃખ સહન ના કરો અને બહુત આવીને આ બાબતે વાત કરો.
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ‘મેરે ડેડ કી દુલહન’ પર બબાલ થઇ હતી. એક્ટ્રેસ અને પંજાબી ફિલ્મ નિર્માતા પ્રીતિ સપ્રુએ આ શોના નિર્માતા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી હતી. પ્રીતિ સપ્રુનો દાવો છે કે, આ સિરિયલની કહાની અને તેની આવનારી ફિલ્મનો કોન્સેપટ એક જ છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.