મનોરંજન

સુપરસ્ટાર શ્રીદેવીએ બોની કપૂરને બાંધી હતી રાખડી, પછી તેની સાથે જ લીધા સાત ફેરા- જાણો સમગ્ર મામલો

બોલિવુડના મશહૂર અને દિગ્ગ્જ પ્રોડ્યુસર અને સ્વર્ગવાસ શ્રીદેવીના પતિ બોની કપૂર આજે તેનો 64મો જન્મ દિવસ ઉજવવા જઈ રહ્યા છે. બોની કપૂરે પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. બોની કપૂરની ફિલ્મ ‘વોન્ટેડ’, ‘જુદાઈ’, ‘નો એન્ટ્રી’, ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી નાખ્યો હતો. બોની કપુરે શ્રી દેવી સાથે લગ્ન કર્યા હતા. આજે અમે તમને બોની કપૂરના જન્મદિવસે તેની અને શ્રી દેવીની પ્રેમકહાની વિશે જણાવીશું અને બંન્નેના જીવનમાં આવેલા અમુક કિસ્સાઓ વિશે પણ જણાવીશું.

Image Source

બોની કપૂરે તેની શ્રીદેવીની પ્રેમ કહાનીને લઈને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને શ્રીદેવીનું દિલ જીતવા 12 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. મને શ્રીદેવીથી ત્યારે પ્રેમ થયો હતો જયારે મેં તેને પહેલી વાર પડદા પર જોઈ હતી. મારો પ્રેમ હંમેશા એક તરફી હતો. હું શ્રી દેવીને ફોલો કરતો કરતો ચેન્નાઇ પહોંચી ગયો હતો. હું તેની સાથે ફિલ્મ સાઈન કરવા માંગતો હતો પરંતુ તે સમયે શ્રીદેવી ત્યાં હાજર ના હતી. હું તેના અને તેના કામનો બહુજ મોટો ફેન હતો. એક એક્ટ્રેસ તરીકે જે તેની છબી હતી તેના કારણે હું તેની પ્રશંસા કરતો હતો. આ કારણે જ હું તેને આંધળો પ્રેમ કરતો હતો. અમારા બંન્નેની પ્રેમ કહાની ખુલ્લી કિતાબ જેવી હતી. શ્રીદેવીએ મને જિંદગીમાં બધા જ મોડ પર સાથ આપ્યો હતો.

Image Source

શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા અને બંન્નેની બે દીકરીઓ જાહ્નવી અને ખુશી કપૂર છે પણ એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે અભિનેતા મિથુન ચક્રવર્તીને ખુશ કરવા માટે શ્રીદેવીએ બોની કપૂરને રાખડી પણ બાંધી દીધી હતી.

Image Source

વાત કંઈક એવી હતી કે તે સમયમાં શ્રીદેવી મિથુન ચક્રવર્તીને ડેટ કરી રહી હતી અને બોની કપૂરની પણ ક્લોઝ આવી ગઈ હતી. તે સમયે મિથુનને પણ જાણ થઇ ગઈ હતી કે શ્રીદેવી બોની કપૂરની ખુબ ક્લોઝ થઇ રહી છે માટે પોતાના પ્રેમને વિશ્વાસ અપાવવા માટે શ્રીદેવી એ બોની કપૂરને રાખડી બાંધી દીધી હતી.

Image Source

આ ઘટના પછી બોની કપૂર અને મિથુન વચ્ચે મનમુટાવ પણ થઇ ગયો હતો. ત્યારે શ્રીદેવીએ મિથુનને એવું પણ કહ્યું હતું કે તેની અને બોની કપૂર વચ્ચે કંઈપણ નથી.

Image Source

શ્રીદેવી અને મિથુનની નજીકતા વર્ષ 1984 માં ફિલ્મ ‘જાગ ઉઠા ઇન્સાન’ના સેટ પર થઈ હતી. તે સમયે મિથુન પહેલાથી જ વિવાહિત હતા, અભિનેત્રી યોગિતા બાલી તેના પત્ની હતા. એવું પણ જાણવા મળ્યું હતું કે વર્ષ 1985 માં શ્રીદેવીએ મિથુન સાથે ગુપચુપ લગ્ન પણ કરી લીધા હતા, પણ યોગીતાએ આ લગ્નનો ખુબ વિરોધ કર્યો હતો. જો કે તે સમયે બોની કપૂર સાથેની નજીકતા વધવાને લીધે મિથુને અને શ્રીદેવીએ ક્યારેય પોતાના સંબંધ વિશે વાત કરી ન હતી અને વર્ષ 1988 માં બંન્ને અલગ થઇ ગયા હતા.

Image Source

એક સમયે જેના હાથ પર રાખડી બાંધી તેની સાથે જ શ્રીદેવીએ વર્ષ 1996 માં લગ્ન કરી લીધા. લગ્ન પહેલા જ શ્રીદેવી ગર્ભવતી પણ થઇ ગઈ હતી. તે સમયે બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,”કંઈપણ સારું કરવાનો કોઈ જ અર્થ ન હતો, કેમ કે શ્રીદેવી ગર્ભવતી હતી. જેને લીધે બોની અને મારો 19 વર્ષનો સંબંધ ખતમ થઇ ચુક્યો હતો.” જણાવી દઈએ કે મોના કપૂરનું વર્ષ 2012 માં મુંબઈમાં નિધન થઇ ગયું હતું.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.