ભગવાન શિવને કઈ એમ જ ભોળાનાથ કહેવામાં નથી આવતા. તે પોતાના ભક્તો પર જલ્દી જ કૃપા વરસાવી દેતા હોય છે. પણ શું તમે જાણો છો કે ભગવાન શિવને ખુશ કરવા માટે શ્રાવણ મહિનો સૌથી સારો માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દરમિયાન ભગવાન શિવ પૃથ્વી પર પોતાના ભક્તોની વચ્ચે રહે છે અને સાથે જે પોતાના ભક્તોની પાર્થના પણ જલ્દી જ સાંભળી લે છે.

હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિમાં શ્રાવણને સૌથી પવિત્ર મહિનાનો દરજ્જો પ્રાપ્ત છે. આને ભગવાન શિવનો પ્રિય મહિનો કહેવાય છે. શ્રાવણ મહિનો પૂજા-પાઠની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ રાખે છે. ભક્ત આ મહિનોમા ઉપવાસ કહે છે, અને ભગવાનની ઉપાસના કરે છે. ખાસ કરીને સોમવારના દિવસે ઉપવાસ કરવાનું મહત્વ વધુ હોય છે. હિન્દૂ ધાર્મિક ગ્રંથ અનુસાર, જે વ્યક્તિ શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ કરે છે, તેની બધી જ મનોકામનાઓ ભગવાન પુરી કરે છે.

દેવી પાર્વતીએ પણ શ્રાવણ મહિનામાં શિવજીને પ્રસન્ન કરીને તેને પતિના રૂપમાં મેળવ્યા હતા. માટે શિવજીને મનાવાનો આ સૌથી સારો સમય માનવામાં આવે છે અને તેના માટે તમારે માત્ર 6 વાતોનું ધ્યાન રાખવાનું રહેશે.
- શ્રાવણ મહિનામાં સૂર્યદય પહેલા ઉઠીને ભગવાન શિવનું ધ્યાન કરો અને નિયમિત શિવલિંગના જળથી અભિષેક કરો. પુરાણો અનુસાર શ્રાવણમાં કરવામાં આવેલો જળભિષેક અન્ય દિવસોની અપેક્ષા કરતા વધુ ફળદાઈ હોય છે.
- ભગવાન શિવની પૂજામાં બીલીપત્રને જરૂર શામિલ કરો. સાથે જ તમે ધતુરા અને ભાંગ પણ શિવજીને અર્પણ કરી શકો છો.

- તાંબાનો નાગ ભગવાન શિવને અર્પણ કરો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેનાથી કાલસર્પ, સર્પ યોગ અને રાહુ કેતુનો અશુભ પ્રભાવ દૂર થઇ જાય છે.
- માટીના શિવલિંગ બનાવીને નિયમિત પૂજા કરો. દૂધ દાન કરો. સાંજના સમયે ભગવાન શિવની આરતી પૂજા કરો.
- શ્રાવણ મહિનામાં શિવ પુરાણના પાઠ કરો. આ પુરાણમાં બતાવામાં આવ્યું છે કે શ્રાવણમાં તેનો પાઠ અને શ્રવણ કરવાથી વ્યક્તિને મુક્તિ મળે છે.
- શ્રાવણ મહિનાના દરેક સોમવારે ઉપવાસ કરો. નિર્જળા ન કરી શકો તો ફરાળની સાથે આ ઉપવાસ કરી શકો છો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks