જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

શ્રાવણ મહિનામાં ભોલેનાથને પ્રસન્ન કરવાના ઉપાયો, એક ઉપાય પણ કરી લેશો તો થઇ જશો માલામાલ, કોઈ રોકી નહિ શકે તમને

મહાદેવ તમારા નસીબ ખોલી દેશે, બસ આટલું કરો…. પછી જુઓ મહાદેવનો ચમત્કાર

ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આઠમાં મહિનાનું નામ શ્રાવણ છે. આ મહિનો અષાઢ પછી અને ભારદવા પહેલાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મના જાણકાર પં. ગણેશ મિશ્રાના કહેવા પ્રમાણે હિંદુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે. આ મહિનાના દેવતા શુક્ર છે અને ભગવાન શિવ સાથે આ મહિનામાં ભગવાન વિષ્ણુના શ્રીધર સ્વરૂપની પૂજા કરવી જોઇએ.

Image Source

બધા લોકો જાણે જ છે કે મહાદેવને પ્રસન્ન કરવા સૌથી સરળ છે. જો તમે સાચા દિલથી ભક્તિ કરો તો અન્ય દેવ-દેવી કરતા મહાદેવ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. મહાદેવને પ્રસન્ન કરવાની કેટલીક સામગ્રી આપણા શાસ્ત્રોમાં પણ જણાવી છે.  ફૂલ, દૂધ, દહીં જેવી વસ્તુઓથી મહાદેવને પ્રસન્ન કરી શક્ય છે. શ્રાવણ મહિનામાં મહાદેવની દિલથી ભક્તિ કરવાથી તમારી ઈચ્છાઓ પુરી થાય છે. તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જીવનની તકલીફો પણ દૂર થઇ જાય છે. ચાલો જાણીએ શાસ્ત્રો મુજબ કઈ વસ્તુઓ ચડાવી જોઈએ અને તેનેથી શું લાભ થશે.

શિવલિંગ પર દૂધ ચડાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જલ્દી કોઈ બીમારી થતી નથી.

શિવલિંગ પર મધ ચડાવવાથી બોલવામાં મધુરતા આવે છે, સમાજમાં તમારી લોકપ્રિયતા વધે છે, ચહેરામાં સુંદરતા આવે છે.

શિવલિંગ પર દહીં ચડાવવાથી આપણા જીવનમાં ખુશીઓ આવે છે.

શિવલિંગ પર ખાંડ ચડાવવાથી આપણા જીવનમાં સુખ શાંતિ આવે છે.

શિવલિંગ પર ઘી ચડાવવાથી આપણને દિવ્ય પ્રકાશની પ્રાપ્તિ થાય છે.

શિવલિંગ પર સુગાંધી તેલ ચડાવવાથી જીવનમાં ધન-સંપત્તિમાં વધારો થાય છે. જીવમના ભૌતિક સુખ મળે છે.

શિવલિંગ પર ચંદન ચડાવવાથી સમાજમાં મન, પ્રતિષ્ઠા મળે છે.

શિવલિંગ પર ઈતર ચડાવવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે.

Image Source

શિવલિંગ પર કેશર ચડાવવાથી લગ્નનો યોગ જલ્દી બને છે, મનપસંદ જીવન સાથી મળે છે, વિવાહિત જીવન ખુશાલ બને છે, લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે.

શિવલિંગ પર આમળાનો રસ ચડાવવાથી લાંબી ઉંમર મળે છે

શિવલિંગ પર ભાંગ ચડાવવાથી આપણા બધા પાપ અને અંદરની ભુરાઈ નીકળી જાય છે.

શિવલિંગ પર ઘઉં ચડાવવાથી આપણા વંશમાં વધારો થાય છે, સંતાન પ્રાપ્તિ થયા છે અને સંતાન આજ્ઞાકારી થાય છે.

શિવલિંગ પર શેરડીનો રસ ચડાવવાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે. પરિવારના લોકો વચ્ચેની વચ્ચે પ્રેમ વધે છે.

શિવલિંગ પર ચોખા ચડાવવાથી સુખ-શાંતિ અને ધન પ્રાપ્ત થાય છે.

શિવલિંગ પર જઉં ચડાવવાથી સંસારિક સુખની પ્રાપ્તિ થાય છે.

શિવલિંગ પર તલ ચડાવવાથી પાપ અને તેને લગતા રોગોનો નાશ થાય છે.

ભગવાન ભોલેનાથની દુર્વાથી પૂજા કરવાથી લાબું જીવન મળે છે.

Image Source

ભગવાન ભોલેનાથની બીલીપત્રથી પૂજા કરવાથી જીવનમાં આવતી તકલીફો દૂર થઇ જાય છે.

ભગવાન ભોલેનાથની હરસિંગારના ફૂલથી પૂજા કરવાથી જીવનમાં સુખ-સંપત્તિ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

ભગવાન ભોલેનાથની ધતુરાના ફૂલથી પૂજા કરવાથી યોગ્ય પુત્ર આપે છે, જે આપણા કૂળનું નામ વધારે છે.

ભગવાન ભોલેનાથ પર ચમેલીના ફૂલ ચડાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

ભગવાન ભોલેનાથની આકડાના ફૂલથી પૂજા કરવાથી અને શણગાર કરવાથી જીવન સુખી થઇ જાય છે. પિતૃઓને મોક્ષ મળે છે.

ભગવાન ભોલેનાથની અળસીના ફૂલથી પૂજા કરવાથી વ્યક્તિ બધા જ દેવી દેવતાઓનો પ્રિય થઇ જાય છે.

ભગવાન ભોલેનાથની જુહીના ફૂલથી પૂજા કરવાથી કારોબાર અને ઘરમાં ધનને લગતી કોઈ તકલીફ નથી આવતી.