10 વાર દુલ્હન બની ચૂકેલી ટીવીની આ જાણિતી અભિનેત્રી થઇ પ્રેગ્નેટ? જુઓ બેબી બંપની તસવીરો

લગ્નના એક વર્ષ બાદ શ્રદ્ધા આર્યાએ આપી ખુશખબરી? જુઓ બેબી બંપ સાથે સામે આવેલી તસવીર,જાણો હકિકત

લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા આર્યા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનો જાણિતો ચહેરો છે અને તેની ઘણી મોટી ફેન ફોલોઇંગ પણ છે. અભિનેત્રી કુંડલી ભાગ્યમાં તેના પાત્ર પ્રીતા માટે જાણિતી છે, આ પાત્રને દર્શકો ઘો પ્રેમ આપે છે. આ શોનો વર્ષોથી શ્રદ્ધા ભાગ રહી છે. શ્રદ્ધાએ ના માત્ર પોતાના અભિનય માટે મોટી ફેન ફોલોઇંગ રાખે છે, પણ તેની અદ્ભૂત સ્ટાઇલ સેંસની પણ ચાહકો પ્રશંશા કરે છે.

કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોને ચોંકાવતી રહે છે. હાલમાં જ તેણે બે તસવીરો શેર કરી, જેમાં તે યલો એથનિક સૂટમાં પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવી હતી. આ તસવીરમાં તેની સાથે અભિનેતા શક્તિ અરોરા પોઝ આપતો જોવા મળી રહ્યો છે.

શ્રદ્ધાની બેબી બંપની તસવીરો સામે આવતા જ લોકો ચોંકી ગયા હતા પણ તમને જણાવી દઇએ કે, આ તસવીરો શ્રદ્ધાના શોના સેટની છે અને આ બેબી બંપ પણ અસલી નથી. અભિનેત્રીએ આ તસવીરો સાથે કેપ્શન લખ્યુ- સાવધાન, આગળ બેબી બંપ છે. 20 વર્ષમાં આ મોટો સમય છે. શ્રદ્ધા પ્રેગ્નેટ નથી,

તે જે શોમાં કામ કરે છે એટલે કે કુંડલી ભાગ્યમાં 20 વર્ષનો લીપ આવવા જઇ રહ્યો છે અને એવામાં અભિનેત્રી પડદા પર એક બાળકને જન્મ આપવા જઇ રહી છે. સીરિયલના કોઇ સીન દરમિયાન તેણે શક્તિ અરોરા સાથે આ તસવીરો ક્લિક કરાવી અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી, જે થોડી જ વારમાં વાયરલ થઇ ગઇ.

શ્રદ્ધા આર્યાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, શ્રદ્ધાએ ભારતીય નૌસેનાના અધિકારી રાહુલ નાગલ સાથે 2021માં લગ્ન કર્યા હતા. તે બંને એક કોમન ફ્રેન્ડની મદદથી મળ્યા હતા અને એકબીજાથી દૂર થયા બાદ તેઓને તેમની ભાવનાઓનો અહેસાસ થયો હતો. લગભગ એક વર્ષના ડેટિંગ બાદ બંનેએ સગાઇ કરી અને પછી લગ્નના બંધનમાં બંધાઇ ગયા.જણાવી દઇએ કે, શ્રદ્ધાએ આર્યાએ થોડા સમય પહેલા જ ખુલાસો કર્યો હતો 35 વર્ષની ઉંમરે તે 10 વાર દુલ્હન બની ચૂકી છે. જો કે, આ રિયલ લાઇફમાં નહિ પણ ટીવી શોમાં થયુ છે.

Shah Jina