ખબર

BREAKING NEWS: વેપાર-ધંધા પર જતા પહેલા આ જલ્દી વાંચી લેજો નહિ તો ભોગવવો પડશે દંડ- જાણો

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હવે કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન જ એક ઉપાય છે ત્યારે હવે રસીકરણને ઝડપી બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે, ત્યાં અમદાવાદમાં રસીકરણને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. તેમજ આદેશ આપવામાં આવ્યો છે કે, જે વેપારીઓએ વેક્સિન ના લીધી હોય તેમને તેમની સાથે RTPCR નેગેટિવ રીપોર્ટ રાખવો પડશે. તેમજ આ રીપોર્ટ પણ 10 દિવસથી વધારે જૂનો ના હોવો જોઇએ. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી એપેડેમિક એક્ટ હેઠળ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ જાહેરનામાનો અમલ કરવાનો સમય આજે રાત્રે 12 વાગ્યાથી છે અને આ 11 જુલાઇ સુધી લાગુ રહેશે. અમદાવાદ શહેર અને જિલ્લાને કોરોના મુક્ત કરવા માટે આ આયોજન કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઇએ કે, કોરોનાની રસી નહિ લીધી હોય તો દંડ ઉપરાંત દુકાન, ગલ્લા પણ સીલ કરવામાં આવશે. નિયમ મુજબ પોલિસ વેપારી પાસેથી વેક્સિનનું સર્ટિફિકેટ પણ માંગી શકે છે.