ફિલ્મી દુનિયા

દુ:ખ વ્યક્ત કરવાની જગ્યાએ શોએબ અખ્તરે સુશાંતની કમી બતાવી, સલમાન માટે આવ્યો મેદાનમાં

સુશાંત સિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ લોકોનો ગુસ્સો સાતે આસમાને છે. ઘણા લોકોનું માનવું છે કે, નેપોટિઝમના કારણે સુશાંતને બૉલીવુડ લાઇનમાંથી સાઈડ લાઈન કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ લોકોએ કરણ જોહર અને સલમાન ખાનને જવાબદાર ઠેરવવા લાગ્યા છે સોશ્યલ મીડિયામાં આ ઍક્ટરોને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે હવે દબંગ ખાન એટલેકે સલમાન ખાનના સમર્થનમાં એ ક્રિકેટર આવ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટર શોએબ અખ્તર સલમાન ખાનના સમર્થનમાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shoaib Akhtar (@imshoaibakhtar) on

શોએબ અખ્તરે તેની યૂટ્યૂબ ચેનલ પર એક વિડીયો શેર કરી કહ્યું હતું કે, સલમાન ખાન અને બીજા સ્ટાર પર સુશાંતના મોતને જવાબદાર ઠેરવવા ખોટા છે. આ સાથે જ તેને કહ્યું હતું કે, સલમાન ખાન અને બીજા અન્ય લોકો પર એ કહેવું કે તેને મોકો ના આપ્યો એ ખોટું છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

શોએબએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, મારી સાથે 2 મોટા સ્ટાર ક્રિકેટર વસીમ અકરમ અને વકાર યુનુસ રમતા હતા. આ વચ્ચે જગ્યા બનાવવી થોડી મુશ્કેલ હતી. ,મારી ઉપર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો હતો. મારી ભૂલ કાઢવામાં આવી હતી. મને મોકો આપવામાં આવ્યો ના હતો. મેં મેચમાંફ્લોપ થયો હતો છતાં હિંમત હાર્યો ના હતી. આ કંઈ રીત છે. આસાન રીતે તેના ગળામાં ફાંસો લઈને ખુદને મારી નાખવું. જ તમને કોઈ તકલીફ હોય તો લોકોને બતાવો.

 

View this post on Instagram

 

Receive without pride, let go without attachment. #Meditations

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

વીડિયોમાં શોએબે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં સુશાંતને મળ્યો હતો. શોએબે જણાવ્યું હતું કે, જયારે હું સુશાંતને મળ્યો હતો ત્યારે મને તેનામાં વધુ આત્મવિશ્વાસ જોવા મળ્યો ના હતી, ઈમાનદારીથી કહું તો મને તે આત્મવિશ્વાસી લાગતો ના હતો. તે મારી પાસે મોઢું હલાવીને નીકળી ગયો હતો.

તે સમયે મારા એક મિત્રે કહ્યું કે તે એમ.એસ. ધોનીની ફિલ્મમાં ધોનીની ભૂમિકા નિભાવી રહ્યો છે. મને લાગ્યું કે મારે તેની એક્ટિંગ જોવી જોઈએ. તે ખૂબ જ વિન્રમ બેકગ્રાઉન્ડનો છે અને એક મહાન ફિલ્મ બનાવી રહ્યો છે. જોકે, તેની ફિલ્મ હિટ રહી હતી. જેમાં સુશાંતે પણ બહુ સારું કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

પરંતુ મને હજી પણ અફસોસ છે કે હું તેમને ત્યાં રોકાવીને જીવન વિશે વાત કરી શકતો નથી. હું તેની સાથે મારા જીવનના અનુભવો શેર કરી શકું. “ફિલ્મ” એમ.એસ. ધોની: અનટોલ્ડ સ્ટોરી “30 ઓક્ટોબર 2016 ના રોજ રીલિઝ થઈ હતી.

હાલ તો શોએબ અખ્તરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઘણા ફેન્સ વિડીયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઈએ કે, સુશાંતે 14 જૂનના રોજ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
જુઓ વિડીયો

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.