ધાર્મિક-દુનિયા

હિન્દૂ ધર્મમાં ચાલીસાનું અનેરું મહત્વ છે, જાણો શિવ ચાલીસા કરવાથી થતા ફાયદા

આપણે દરરોજ ભગવાનના પૂજા-પાઠ કરતા હોય છે. પરંતુ અમુક વાર પરિસ્થિતિ પ્રમાણે નથી થઇ શકતું. ત્યારે આપણને મનમાં અફસોસ થતો હોય છે. ત્યારે સૌથી સરળ રસ્તો છે ચાલિસા. સરળ ભાષામાં ભગવાનની મહિમાનું પાન કરવાની વિદ્યા છે ચાલીસા. ભક્ત ભગવાનને પ્રસન્ન કરવા માટે આ ચાલીસાનું પઠન કરે છે. ચાલીસાના પાઠથી પ્રભુ કઠિનમાં કઠિન કાર્ય સિદ્ધ કરી દે છે.

Image Source

કોઈ પણ ચાલીસામાં 40 પંકિત હોય છે. જે ભગવાનના મહિમાને બહુ જ સુંદર રીતે વર્ણવ્યું છે. ચાલીસાનો આઠ અત્યંત સરળ હોય છે. ચાલીસાનો પ્રભાવ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. ચાલીસા એટલે ભગવાનને સરળ ભાષામાં વિનંતી કરવાનો સરળ ઉપાય. તુલસીદાસની હનુમાન ચાલીસાને સૌથી પ્રસિદ્ધ અને ચમત્કારિક માનવામાં આવે છે. આ ચાલીસામાં હનુમાનજીના અસંભવકાર્યને બતાવવામાં આવ્યા છે. મુખ્ય બધા દેવી-દેવતાઓના ચાલીસાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Image Source

ચાલીસાનું પઠન કરવા માટે આરાધ્ય દેવીના મૂર્તિ અથવા ફોટો સામે બેસીને તે ચાલીસાનું 3 વાર પઠન કરવું. આ ચાલીસ કર્યા પહેલા એક લોટમાં શુદ્ધ જળ ભરવું. ચાલીસા કર્યા બાદ તે જળને ગ્રહણ કરી લો. કહેવામાં આવે છે કે ચાલીસાનું પઠન બોલી-બોલીને કરવું જોઈએ. ચાલીસ કરવા વાળાને તો ફળ પ્રાપ્ત થાય છે. પણ જે લોકો ચાલીસ સાંભળે છે તેને પણ ફળ પ્રાપ્ત થાય છે. ગમે તે ચાલીસ કરો તે ભક્તિભાવપૂર્ણક કરો.

Image Source

શ્રાવણ મહિનાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિરો શિવ-શિવના નાદ સાથે ગુંજી ઉઠે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવાં માટે લોકો નિતનવા ઉપાયો કરતા હોય છે. ત્યારે જે લોકો મંદિરે નથી જય શકતા તે લોકોને અફસોસ થયો હોય છે કે ભગવાન શંકરની પૂજા અર્ચના નથી કરી શકતા. ત્યારે આજે અમે તમને આ લેખ દવારા શિવ ચાલીસાનું મહત્વ વાંચો.

Image Source

ભગવાન શિવ ભોળા સ્વભાવના હોવાને કારણે શિવ ભક્તો પર જલ્દી જ પ્રસન્ન થઇ જાય છે. આ કારણે જ ભક્તો તેને ભોલેનાથ કહીને બોલાવે છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવની ચાલીસા કરવાથી કોઈ પણ ભક્તના આસાનીથી પોતાનું કામ કરાવી શકે છે.

Image Source

આટલું જ નથી શિવ ચાલીસાનો પાઠ કરવાથી કઠિનમાં કઠિન કાર્ય પણ આસાનીથી થઇ જાય છે. શિવ ચાલીસાની 40 પંક્તિઓને સરળ શબ્દોમાં વિદ્યમાન કરવામાં આવ્યું છે. શિવ ચાલીસાનો મહિમા બહુજ છે. શિવ ચાલીસાનો પાઠ કરવાથી મોટામાં મોટ રોગમાંથી મુક્તિ મળે છે.

Image Source

શિવ ચાલીસા કરવાની રીત 

સોમવારના દિવસે જલ્દી ઉઠીને દરરોજની ક્રિયા અને ચોખ્ખા કપડાં પહેરી પૂર્વ દિશામાં મોડું રાખીને ચોખ્ખા આસાન પર બેસો. પૂજા કરતી વખતે દીવો,સફેદ ચંદન અને સફેદ આંકડાના 5 ફૂલ રાખી પ્રસાદ તરીકે સાકર રાખો. ચાલીસાના પઠન કર પહેલા ગાયના ઘીના દીવો કરી એક શુદ્ધ લોટામાં જળ ભરીને રાખો.

શિવચાલીસાનું 5 વાર પઠન કરો. આ ચાલીસા બોલીને કરાવથી સાંભળનારને પણ ફળ પ્રાપ્ત થાય છે. આ ચાલીસા પૂર્ણ ભક્તિભાવ પૂર્વક કરવાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે.

Image Source

ચાલીસાનું પઠન કર્યા બાદ લોટાનું જળ આખા ઘરમાં છાંટી દો. ત્યારબાદ બીમાર વ્યક્તિને પીવડાવો. થોડું જળ તમે પી લો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks