મનોરંજન

શિલ્પા શેટ્ટીના ઘરમાં પણ ઘુસ્યો કોરોના, પતિ રાજકુન્દ્રા, સાસુ- સસરા, દીકરી દીકરો અને…આવ્યા પોઝિટિવ

કોરોના વાયરસની બીજી લહેરથી સમગ્ર દેશ પરેશાન છે. મુંબઇ અને મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોમાં મોટા સ્ટાર્સ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ વચ્ચે શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કર્યો છે.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેનાં પરિવારનાં સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો છે. તેનો પતિ રાજ કુન્દ્રા બંને બાળકો વિઆન અને સમિશાનો પણ કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ખુદ શિલ્પા શેટ્ટીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યુ છે કે, છેલ્લા 10 દિવસ અમારા પરિવાર માટે ઘણા કઠિન રહ્યા. મારા સાસુ-સસરા કોરોના પોઝિટિવ થઇ ગયા. તે બાદ સમીશા, વિઆન, મારી માતા અને હવે રાજ પણ. આ બધા ગાઇડલાઇન્સ અનુસાર તેમના તેમના રૂમમાં આઇશોલેશનમાં છે અને ડોક્ટરની સલાહ ફોલો કરી રહ્યા છે.

અમારા ઘરના 2 સ્ટાફ મેંબર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેમની મેડિકલ ફેસિલિટીમાં સારવાર ચાલી રહી છે. તેણે આગળ લખ્યુ કે, ભગવાનની કૃપાથી બધા લોકો રિકવરી કરી રહ્યા છે. મારો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. નિયમો અનુસાર બધી જ સાવધાનીઓ રાખવામાં આવી રહી છે.

તેણે કહ્યુ કે, જો તમે કોરોના પોઝિટિવ નથી તો ફણ કૃપા કરીને માસ્ક પહેરો અને સેનેટાઇઝ કરતા રહો અને સુરક્ષિત રહો. અત્યારે પણ મેન્ટલી પોઝિટિવ બન્યા રહો.

તમને જણાવી દઇએ કે, આ પહેલા બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન, અક્ષય કુમાર, કાર્તિક આર્યન, અર્જુન રામપાલ, ભૂમિ પેડનેકર, આશીષ વિદ્યાર્થી, આશુતોષ રાણા, સતીશ કૌશિક, મનોજ બાજપેયી જેવા અનેક સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.