ફિલ્મી દુનિયા

દુર્ગા અષ્ટમી પર પારંપરિક રીતે શિલ્પા શેટ્ટીએ કર્યું કન્યા પૂજન, જુઓ 10 વાઇરલ તસ્વીરો

નવરાત્રીના દિવસોમાં આઠમ એટલે કે દુર્ગા અષ્ટમીના દિવસે દેશભરમાં દુર્ગા માની ધામધૂમથી અને પારંપરિક રીતે પૂજા કરવામાં આવે છે. એવામાં ગઈકાલ દુર્ગા અષ્ટમીના પવિત્ર દિવસે સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ કિરદારોમાં પણ દુર્ગા અષ્ટમીનો ખુબ ઉત્સાહ જોવા મળ્યો છે. એવામાં અમુક દુર્ગા માતાના મંદિરમાં જોવા મળ્યા તો અમુકે પોતાના ઘરે જ માતાનું હવન પણ કરાવડાવ્યું હતું.

Image Source

માતા દુર્ગાના આશીર્વાદ માટે ઘણા બૉલીવુડ કિરદારો જેવા કે અમિતાભ બચ્ચન, કાજોલ, બિપાશા બાસુ સહીત અન્ય સિતારાઓ માતાના ભવનમાં પહોંચ્યા હતા. એવામાં બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ ખાસ અંદાજમાં દુર્ગા અષ્ટમીનો તહેવાર ઉજવતી જોવા મળી હતી. આ વખતે શિલ્પાએ તહેવાર પારંપરિક રીતે ઉજવ્યો છે.

શિલ્પાએ આ ખાસ મૌકા પર પોતાના જ ઘરે કન્યા ભોજન રાખ્યું હતું, અને પતિ રાજ કુંદ્રા સાથે હવન પણ કર્યું હતું. શિલ્પાએ કન્યા ભોજન અને હવનની તસ્વીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે.

આ અવસર દરમિયાન શિલ્પાએ પોતાના હાથે જ કન્યાઓને ભોજન પીરસ્યું હતું. આ દરમિયાન શિલ્પાએ પર્પલ અને પિન્ક કલરનો ડ્રેસ પહેરી રાખ્યો હતો જ્યારે રાજ કુંદ્રા સફેદ રંગના શર્ટમાં જોવા મળ્યા હતા. તસ્વીરોમાં દીકરો વિયાન પણ લાલ રંગના કુર્તામાં દેખાઈ રહ્યો છે.

આ સિવાય શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પણ આ ખાસ મૌકા પર જોવા મળી હતી. શિલ્પાએ તસ્વીરો શેર કરીને લખ્યું હતું કે,”સિંહ પર સવાર થઈને માતા આવી છે, જેની હતી અમને રાહ તે ઘડી આવી ગઈ છે. કોઈ દુઃખ ન આવે મારા જીવનમાં ખુશીઓ નસીબ હોય તમારા જીવનમાં. માં દુર્ગા અષ્ટમીની શુભકામનાઓ.”

દીકરા સાથે ભોજન પીરસી રહેલી શિલ્પાની તસ્વીરો ખુબ વાઇરલ થઇ રહી છે. અમુક જ કલાકાઓમાં તેને 4 લાખથી પણ વધારે લોકો દ્વારા પસંદ કરવામાં આવી ચુકી છે. શિલ્પાના ચાહકોએ પણ આ તસ્વીર પર કમેન્ટ કરતા લખ્યું કે,”તમને પણ દુર્ગા અષ્ટમીની ખુબ શુભકામનાઓ’ જણાવી દઈએ કે આગળના દિવસોમાં શિલ્પાએ ગણેશ ઉત્સવ પણ ખુબ ધામધૂમથી ઉજવ્યો હતો.

જણાવી દઈએ કે નવરાત્રીના તહેવાર પર આઠમા અને નવમા દિવસે કન્યા પૂજન અને તેને ઘરે બોલાવીને ભોજન કરાવવાનું માનવામાં આવેલું છે. આ હેતુથી જ શિલ્પાએ આ કન્યાઓને નવ દેવીનું સ્વરૂપ માનીને પુરા ઉત્સાહની સાથે પોતાના ઘરે સ્વાગત કર્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ શિલ્પા પોતાની આગળની ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળશે. સબ્બીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શિલ્પાના સિવાય અભિમન્યું દાસાની અને શર્લી ચોપરા પણ ખાસ કિરદારમાં જોવા મળશે. 44 વર્ષની શિલ્પા શેટ્ટી 13 વર્ષો પછી ફિલ્મોમાં કમબેક કરી રહી છે. ફિલ્મ 2020 માં રિલીઝ થઇ શકે તેમ છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.