જ્યોતિષ શાસ્ત્ર

શરીરના કેટલાક અંગો ફરકે ત્યારે શુભ માનવું કે અશુભ ? ચાલો જાણીએ આજે એ રહસ્ય કયા અંગના ફરકવાથી શું થશે?

આપણો દેશ ધાર્મિક દેશ છે અને એટલે જ શકુન અપશુકનમાં આપણે માનીએ છીએ. કેટલીય એવી બાબતો હોય છે જે આપણને પણ ખબર નથી હોતી. ગ્રંથોનું માનીએ તો પુરુષનું ડાબું અને સ્ત્રીનું જમણું અંગ ફરકવું અશુભ માનવામાં આવે છે, પરંતુ શરીરમાં બીજા પણ કેટલાક અંગો છે જેનું ફરકવું શુભ હોય છે કે આશુભ આપણે નથી જાણતા.

Image Source

તો આજે અમે તમને શરીરના એવા જ કેટલાક અંગો વિશે જણાવવા જઈ રહ્યા છે જેના ફરકવાથી શું થાય છે તે આપ જાણી શકશો.

Image Source

ડાબી આંખ ફરકવી:
જો તમારી ડાબી આંખ ફરકે છે તો તમારા પરિવારનું કોઈ વ્યક્તિ અથવા તમે પોતે બીમાર થવા જઈ રહ્યા છો.

Image Source

જમણીઓ આંખ ફરકવી:
જમણી આંખ ફરકવાથી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે.

Image Source

જમણો કાન:
જમણો કાન જયારે ફરકે ત્યારે તમને કોઈ શુભ સમાચાર મળવાના છે.

Image Source

ડાબો કાન:
તમારા ડાબા કાનનું ફરકવું તમને કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મળાવી શકે છે.

Image Source

જમણી કાનપટ્ટી:
તમારા કાનની જમણી બાજુની કાનપટ્ટી ફરકે ત્યારે સમજી લેવું કે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળવાની છે.

Image Source

ડાબી કાનપટ્ટી:
કાનની ડાબી બાજુની કાનપટ્ટી ફરકે તો સમજજો કે તમારી કોઈ ઈચ્છા પુરી થવા જઈ રહી છે.

Image Source

જમણા ગાલનું ફરકવું:
તમારા જમણા ગાલનું ફરકવું શુભ નથી, તમે જો કોઈ બીમારીમાં હોવ તો તેમાં જલ્દી સજા નહિ થવાનો એ સંકેત આપે છે.

Image Source

ડાબા ગાલનું ફરકવું:
ડાબા ગાલનું ફરકવું પણ શુભ નથી, આ સંકેત તમારા ખુશીના કાર્યોમાં વિઘ્ન આવવાનો છે.

Image Source

હોઠનો ઉપરનો ભાગ:
હોઠનો ઉપરનો ભાગ ફરકવાનો સંકેત છે કે તમારા શત્રુઓ ઓછા થશે.

Image Source

હોઠનો નીચેનો ભાગ:
તમારા હોઠનો નીચેનો ભાગ ફરકવો એ તમારા કોઈ મિત્રને મળવાનો સંકેત આપી રહ્યો છે.

Image Source

બંને હોઠ ફરકવા:
જો તમારા બંને હોઠ એક સાથે ફરકી રહ્યા છે તો એ ખુબ જ શુભ છે. તમને પ્રતિષ્ઠા અને ધનની પ્રાપ્તિ થઇ શકે છે.

Image Source

નાકનો જમણો ભાગ:
જો તમારા નાકનો જમણો ભાગ ફરકી રહ્યો છે તો નક્કી તમારો કોઈ સાથે ઝગડો થવાનો છે.

Image Source

નાકનો ડાબો ભાગ:
જયારે તમારા નાકનો ડાબો ભાગ ફરકશે ત્યારે પણ તમને પ્રતિષ્ઠા અને ધનની પ્રાપ્તિ થઇ શકે છે.

Image Source

નાકનું ફરકવું:
જો તમારું નાક ફરકી રહ્યું છે તો માનીલો કે તમને ધન પ્રાપ્તિ થવાની છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.