જ્યોતિષ શાસ્ત્ર

શરદ પૂર્ણિમાએ ખાઈ લો આ 5 વસ્તુઓ, વધશે ધન સમૃદ્ધિ અને મળશે લક્ષ્મી માતાજીની કૃપા

શરદ પૂર્ણિમાના તહેવારને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે જ્યોતિષોના કહ્યા અનુસાર ધનપ્રાપ્તિ માટે આ દિવસને શુભ માને છે કારણ કે શરદ પૂર્ણિમાના દિવસે જ મા લક્ષ્મીનો જન્મ દિવસ છે, સમુદ્ર મંથન વખતે મા લક્ષ્મી શરદ પૂર્ણિમાના દિવસે ઉત્પન્ન થયા હતા જેના કારણે શરદ પૂર્ણિમાના દિવસે જો મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો ધનયોગ બની શકે છે.

Image Source

શરદ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીને પ્રિય આ 5 વસ્તુઓનો જો ભોગ લગાવી, પ્રસાદ સ્વરૂપે વહેંચી અથવા પોતે પણ ખાવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પોતાના ભક્તો પર વરસાવે છે. તો ચાલો જાણીએ આ 5 વસ્તુઓ કઈ કઈ છે.

Image Source

પતાશાનો સીધો સંબંધ પણ ચંદ્ર સાથે રહેલો છે જો આજના દિવસે જાગરણ કરી પતાશાનો ભોગ લગાવી પ્રસાદમાં પતાશા વહેંચવામાં આવે તો લક્ષ્મીજીની કૃપા દૃષ્ટિ બને છે. દિવાળીના દિવસે પણ લક્ષ્મી પૂજન કરતી વખતે ખાંડ તથા પતાશાનાં રમકડાં બનાવી માતાજીને અર્પણ કરવાથી ધનસમૃદ્ધિ મળે છે.

Image Source

ચંદ્રને મા લક્ષ્મીજીના ભાઈ માનવામાં આવે છે એટલે આજના દિવસે જો મખણાનો ભોગ લગાવવામાં આવે તો લક્ષ્મીજીની કૃપા બની રહે છે. કારણ કે મખણાનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે. ભોગ લગાવવાની સાથે તમે શ્રી શુક્ત પાઠ કરીને પણ દેવીની કૃપા મેળવી શકો છો.

Image Source

મખણા અને ચોખાની બનેલી ખીરનો ભોગ લગાવવો પણ આ દિવસે શુભ માનવામાં આવે છે એવું જ્યોતિષ શાસ્ત્ર કહી રહ્યું છે. ખીરને ચંદ્રમાના પ્રકાશમાં મૂકી અને ખાવાથી ખીરમાં ઔષધીય ગુણો આવી જાય છે ખીર અમૃત સમાન બની જાય છે જેના કારણે શરીરની સ્વસ્થ્ય સંબંધી કેટલીય તકલીફો દૂર થઇ જાય છે.

Image Source

મા લક્ષ્મીને દહીં સૌથી પ્રિય છે. જો શરદ પૂર્ણિમાની રાત્રે ગાયના દૂધમાંથી બનેલા દહીંનો ભોગ ધરાવી પ્રસાદ સ્વરૂપે તેને વહેંચવામાં આવે તો માતાજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે.

Image Source

શરદ પૂર્ણિમાંની રાત્રે નાગરવેલનાં પાનનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. આપણા હિન્દૂ ધર્મમાં દરેક પૂજા વિધિમાં પાનના ઉપયોગને શુભ માનવામાં આવ્યો છે. જો તમે શરદ પૂર્ણિમાની રાત્રે મા લક્ષ્મીના પૂજનમાં પણ ઉપર સોપારી રાખીને પૂજા કરવામાં આવે તો લક્ષ્મી માતાજી તમારા પર હંમેશા પ્રસન્ન રહેશે.

Image Source

શરદ પૂર્ણિમાની રાત્રે આ પાંચ વસ્તુ કરવાથી તમે ધન પ્રાપ્તિ સાથે સુખી અને સમૃદ્ધ જીવન પણ પ્રાપ્ત થઇ શકે છે પરંતુ આ પૂજા તથા તમામ વિધિ દિલથી અને સાચા હૃદયથી કરવા પડશે ત્યારે જ માતાજી તમારી પ્રાર્થના સ્વીકારી શકે છે. રો આ રવિવાર 13 નવેમ્બરે આવતી શરદ પૂર્ણિમામાં મા લક્ષ્મીજીની પ્રાર્થના દિલથી કરો અને સુખી સમૃદ્ધ જીવન તરફ આગળ વધો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.