ખબર

SHO અર્શદની અંતિમ વિદાયમાં આખી પોલીસની ટીમ રડી, દીકરાએ ખાધી કસમ કે બંદૂકથી બદલો લેશે

પાંચ દિવસ સુધી જીવન અને મૃત્યુથી સંઘર્ષ કર્યા પછી જીવનની જંગ હારી ગયેલા પોલીસ ઇન્સ્પેકટર અરશદ ખાનને સોમવારના રોજ જિલ્લા પોલીસ લાઈનમાં ભાવપૂર્ણ અંતિમ વિદાઈ આપવામાં આવી હતી.રાજ્યપાલના સહાયકારી કે વિજયકુમાર અને કેકે શર્માના સિવાય રાજ્ય પોલીસ મહાનિદેશક દિલબાગ સિંહ સહિત નાગરિક પ્રશાસન,પોલીસ અને અને સેના અને અર્ધસૈનિક બળોના વરિષ્ઠ અધિકારીઓએશહીદ ઇન્સ્પેકટર ખાનને શ્રદ્ધાંજલિ આપી હતી.

Image Source

જમ્મુ કાશ્મીરના એસએચઓ અરશદ વારસીના અંતિમ વિદાઈ પર શહીદના પરિવારના સભ્યોના સિવાય તેના મિત્રો અને દરેક પોલીસ અધિકારીઓની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી.દુર્ભાગ્યવશ શહિદના બાળકો અબુહાન અને દામીનના માથા પરથી ફાધર્સ ડે ના દિવસે જ પિતાનો પળછાયો ઉઠી ગયો.

Image Source

જણાવી દઈએ કે આગળની 12 જૂનની સાંજે પાંચ વાગે આતંકીઓએ અનંતનાગમાં કેપી રોડ પર સુરક્ષાબળો પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો.હુમલામાં પાંચ સીઆરપીએફ કર્મીઓ ઘટના પર જ શહિદ થઇ ગયા હતા.અનંતનાગના સદર થાણા પ્રભારી અરશદ ખાન આતંકી સૂચના મળતા જ મૌકા પર પહોંચ્યા હતા.આતંકીઓના હુમલાથી ઘાયલ હોવા છતાં પણ અરશદ ખાને પોતાના જુસ્સાને છોડ્યો ન હતો.તેની છાતીઓ પર ગોળીઓ લાગી ગઈ હતી.તેના ઉપચાર માટે સેનાએ 92 બેસ હોસ્પિટલ, શેરે કાશ્મીર આયુર્વિજ્ઞાન સંસ્થાન અને તેના પછી એમ્સ દિલ્લી લઇ જવામાં આવ્યા, જ્યાં રવિવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

શહીદને શસ્ત્ર સલામી આપવામાં આવી પછી,”વતન કી રાહ પર વતન કે નૌજવાન શહિદ હો….”ની ધૂન વગાડવામાં આવી.તેના પછી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.શહિદ અરશદ ખાનના પરિવારમાં હવે તેની વૃદ્ધ માં, પત્ની નિલોફર અને બે દીકરા અબુહાન અને દાનીમના સિવાય એક નાનો ભાઈ પણ છે.

Image Source

પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે દીકરો અબુહાન પણ આવ્યો હતો પણ તેના ચેહરા પરની નિખાલસ જોઈને એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે કઈ જાણતો જ ન હતો કે આ બધું શુ ચાલી રહ્યું છે અને તેના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા.શહિદના ઘરે માતમ પ્રસરી ગયું હતું પણ પાંચ વર્ષનો અબુહાન ઘરે એક રમકડાની બંદૂકથી રમી રહ્યો હતો અને તેને જોઈને લાગી રહ્યું હતું કે તેના દિલમાં પણ પિતાની જેમ દેશની સેવા કરવા માટેનો જુસ્સો છે.અરશદનો નાનો દીકરો દામીન પણ કઈ જ જાણતો ન હતો કે આ બધું શું થઇ રહ્યું છે.એસએસપી શ્રીનગર હસીબે નિખાલસ અબૂહાનને ઊંચક્યો અને પિતાને સલામી અપાવી હતી.આ દરમિયાન એસએસી ખુબ જ ભાવુક થઇ ગયા હતા, અને રોવા લાગ્યા હરા. અન્ય અધિકારીઓ પણ આ ભાવુક દ્રશ્યને જોઈને ખુબ રોવા લાગ્યા હતા.

શહિદ એચએસઓ અરશદ ખાન વર્ષ 2002 માં પોલીસમાં સબ ઇન્સ્પેકટર(એસાઇ)ના પદ પર ભરતી થયા હતા.વર્ષ 2013 માં તેને પદોન્નતિ મળી હતી. તેમણે ઘણી જગ્યાઓ પર પોતાની સેવાઓ આપી હતી.હુમલામાં સીઆરપીએફના અન્ય પાંચ જવાન પણ શહિદ થઇ ગયા હતા.

Image Source

મીડિયા સાથે વાતચીત કરતા રાજ્યપાલના સલાહકાર વિજય કુમારે કહ્યું કે,”જમ્મુ કાશ્મીર પોલીસે અપાર બલિદાનો આપ્યા છે.1600 થી વધારે જમ્મુ કાશ્મીર પોલીસના એસપીઓ અને અન્ય જવાનોને પોતાના પ્રાણની આહુતિ આપી છે”.

Image Source

કુમારે કહ્યું કે,”સીઆરપીએફ,એસએસબી,આઇટીબીપી,સેના,બીએસએફ અને જમ્મુ કાશ્મીર પોલીસમાં કોઇપણ પ્રકારનો ફરક નથી.આપણે બધા એક જ માટીના બનેલા યુવાનો છીએ અને હળી-મળીને કામ કરીયે છીએ”.તેમણે કહ્યું કે,”અરશદ હુમલાના 2 થી 3 મિનિટની અંદર જ પોતાના સાથીઓના બચાવ માટે પહોંચ્યા હતા. જે એક-બીજા સાથે તાલમેલનું એક ચોક્કસ ઉદાહરણ છે, જેના અમે ખુબ વખાણ કરીયે છીએ”.તેમણે કહ્યું કે,”દિલ્લીમાં ડીજી સીઆરપીએફના તરફથી એક શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક સુરક્ષા એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.તે દર્શાવે છે કે કેવી રીતે એકબીજા સાથે આપણી વચ્ચે સ્નેહ છે. અમને તેના પર ગર્વ છે”.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks