રસોઈ

શાહી બરફી રેસિપી 🌹🌷🌹 આનો સ્વાદ કોઈ પણ બજારમાં ની રેડીમેટ સ્વીટ ને પણ ટક્કર આપે તેવો છે, વાંચો સ્ટેપ બાય સ્ટેપ

મારી બધી બહેનો કંઇક નવી મીઠાઈ બનાવે તો તેનાં માટે મારી એક રેસીપી શેર કરૂં છું.આ સ્વીટ બનાવા મા ખુબજ સરળ છે. ચાસણી પણ બનાવા ની નથી એટલે કોઈ પણ સરતા થી બનાવી શકે.
અને તેનો સ્વાદ કોઈ પણ બજારમાં ની રેડીમેટ સ્વીટ ને પણ ટક્કર આપે તેવો છે. મને નવી નવી મીઠાઈ બનાવાનો શોખ છે તેમાં ની મારી પોતાની એક રેસીપી છે.

સામગ્રી:

  • 1કપ ચણાનો લોટ
  • 1કપ મીલ્ક પાવડર
  • 1કપ દળેલી ખાંડ
  • 1/2 કપ કાજુ પાવડર
  • 1/2 કપ બદામ પાવડર
  • 1/2 કપ પીસ્તા પાવડર
  • 1/2 કપ ઘી
  • 1/2 ટી સ્પૂન એલાયચી પાવડર
  • બે ટેબલ સ્પૂન પીસ્તા અને બદામ ની કતરી
  • પીંચ જેટલું કેસર અને પીંચ જેટલો લીલો ફુડ કલર

રીત.

પહેલાં એક કડાઇ મા ઘી અને ચણાનો લોટ લઇને ધીમા તાપે શેકવા નુ લોટ થોડો શેકાય જાય એટલે તેમાં કાજુ બદામ પીસ્તા નો પાવડર નાખી બે મીનીટ ધીમા તાપે શેકવા નુ પછી દળેલી ખાંડ અને મીલ્ક પાવડર નાખી ધીમા તાપે બધું મીક્સ કરી લો પછી કેસર અને લીલો કલર નાખી એલાયચી પાવડર નાખી મીક્સ કરી લો.

ઘી ઓછું લાગે તો થોડું ઘી નાખવું અને મીક્ષરણ સરસ લચકા જેવું હોવું જોઈએ. પછી એક થાળી માં ઢાળી દેવું ઉપર પીસ્તા અને બદામ ની કતરી નાખી દો.હવે બે ત્રણેક કલાક સેંટ થવા માટે રહેવા દેવું પછી તમને ગમતી સાઇઝના પીસ કાપેલી લેવા. હવે રેડી છે તમારી ડાયફૂટ શાહી બરફી.

Recipe By : Mital Viramgama GujjuRocks Team

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ