જાણવા જેવું

તમારા સ્માર્ટફોનના આ ફંકશનને તરત જ બંધ કરી દો, હેકર્સ ચોરી શકે છે તમારો ડેટા

દેશના લગભગ 50%થી વધારે લોકો પાસે Android 8.0 અથવા તેનાથી ઉપરના android વર્ઝનવાળા સ્માર્ટફોન ધરાવે છે. હાલમાં જ Y. Shafranovich નામના એક રિસર્ચરે એક બગ વિશે જણાવ્યું છે. તેના કહેવા પ્રમાણે હેકર્સ OnePlus, Samsung, Vivo, Oppo જેવા Android 8.0 અથવા તેના ઉપરના સ્માર્ટફોનને NFC બિમિંગથી ટાર્ગેટ કરી રહ્યા છે. NFC બિમિંગની મદદથી હેકર્સ યુઝરના ફોનમાં માલવેર એટેક કરી રહ્યા છે. Android 8 અથવા તેના ઉપરના ઓપરેટિંગ સિસ્ટમવાળા ડિવાઇસમાં આવેલ એક બગની મદદથી હેકર્સ માલવેર એટેક કરી તમારા બધા જ ડેટાની ચોરી કરી લે છે. જણાવી દઈએ કે માલવેરની આસપાસ બે ડિવાઇસ હોય તો તે એક ડિવાઈસના ડેટા બીજા ડિવાઇસમાં કોપી કરી લે છે.

Image Source

Google આ બગને સરખો કરવાંનો પ્રયત્ન કરી રહ્યું છે, આવી પરિસ્થિતિમાં તમારે થોડી સાવધાની વર્તવી પડશે. જેનાથી તમારા સમાર્ટફોનના ડેટા ચોરી ન થઇ શકે. તમને જણાવી દઈએ કે Android બીમના કારણે APK (એપ ઇનરોલેશન ફાઈલ)માં બગ નાખી દે છે. આ બગના લીધા જયારે એક android યુઝરના ડેટા જયારે એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં ટ્રાન્સફર કરે ત્યારે યુઝરને મળતી વોર્નીંગને આ બગ બાયપાસ કરી નાખે છે. જેના કારણે યુઝરને ખબર નથી પડતી કે તેનો ડેટા ચોરી થઇ રહ્યો છે. Google એ ઓક્ટોબર 2019માં આ બગથી બચવા માટે એક સિક્યુરિટી આપડેટ પણ રિલીઝ કરી હતી.

Image Source

આ બગથી બચવા માટે સૌ પ્રથમ તમારા ડિવાઇસને તમારા લેટેસ્ટ સિક્યુરિટી અપડેટ સાથે પેચ કરી લો. જે યુઝર પાસે android One અથવા સ્ટોક Android વાળા ડિવાઇસ નથી તો તે પોતાના મેન્યુફેક્ચર્સ દ્વારા આપવામાં આવેલી અપડેટ ડાઉનલોડ કરી લેવી. જો તમારું ડિવાઇસ અપડેટ નથી થઇ રહી તો એવામાં તમારે તમારા ડિવાઇસની NFC સ્વીચ બંધ કરી લેવી. આ ફીચર ખાલી NFC ઇનબિલ્ટ ડિવાઇસમાં જ કામ કરે છે. તેથી જે યુઝરના ડિવાઇસમાં NFC ફીચર નથી આપ્યું તેમને કોઈ તકલીફ થવાની નથી. જણાવી દઈએ કે ખાસ કરીને પ્રીમિયમ સમાર્ટફોનમાં જ આ ફીચર જોવા મળે છે. આજકાલ અમુક મીડ રેન્જના સ્માર્ટફોનમાં પણ આ ફીચર જોવા મળે છે.

Image Source

જણાવી દઈએ કે NFC એક વાયરલેસ કમ્યુનિકેશન પ્રોટોકોલ છે જે બે ઇલેકટ્રોનિક ડિવાઇસને એકબીજા સાથે કનેક્ટ કરે છે. આ પ્રોટોકોલ ખાસ કરીને પેમેન્ટ સિસ્ટમમાં ઉપયોગ થાય છે. સાથે સાથે કેટલાક ઓડિયો ડિવાઇસ પણ આ ફીચરની મદદથી કનેક્ટ થાય છે. NFC બ્લૂટૂથની જેમ જ કામ કરે છે. પેમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવેલ આ કમ્યુનિકેશન સિસ્ટમમાં આ બગને કારણે યુઝરને ખુબ જ નુકશાન થવાની શક્યતા છે.

Image Source

NFCને બંધ કરવા માટે પોતાના સ્માર્ટફોનની સેટિંગમાં જાઓ, ત્યાં કનેક્ટિવિટીના ઓપ્શન્સમાં જઈને NFCને ઓફ કરી દો. NFC ઓફ થયા પછી કોઈપણ તમારી ડિવાઇસ તમારા સ્માર્ટફોનને ટ્રેક નહિ કરી શકે અને તમારો સ્માર્ટફોનનો ડેટા સુરક્ષિત રહેશે. જો NFCનું ઓપ્શન્સ ન હોય તો સમજી લેવાનું કે તમારા ડિવાઇસમાં NFC સપોર્ટ નથી કરતુ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.